Abtak Media Google News

નિફ્ટી પણ 150 ગબડી 10866ની સપાટીએ

નાણામંત્રીએ ગુરુવારે સંસદમાં બજેટ રજુ કર્યું. બજેટ રજુ થયાના આજે બીજા દિવસે શેર બજાર ખુલતાની સાથે જ તેની અસર જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ 300 અંકથી વધુ તૂટ્યો. જ્યારે નિફ્ટી પણ 11000ની સપાટીથી નીચે ગયો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.75 ટકાની કમજોરી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. હાલ સેન્સેક્સ 325 અંકના ઘટાડા સાથે 35,579ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 90 અંકથી વધુનો ઘટાડો નોંધાયો છે અને 10,923ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

મિડકેપ-સ્મોલકેપનું ધોવાણ

બજારમાં જોવા મળેલા કડાકામાં સૌથી મહત્વનો ભાગ મિડકેપ અને સ્મોલકેપ શેરોનો છે. તેમનું જબરદસ્ત ધોવાણ થઈ રહ્યું છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 1.5 ટકા ઘટાડો જોવા મળ્યો છે જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.7 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 2 ટકા સુધી નીચે આવી ગયો છે.

બેન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો

બેંકિંગ, ઓટો, મીડિયા, મેટલ, ફાર્મા, રિયાલિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચાવલી હાવી છે. બેન્ક નિફ્ટી 1.5 ટકા પડીને 26,816ના સ્તરે આવી ગયો છે. જો કે એફએમસીજી અને આઈટીના શેરોમાં થોડી ખરીદી જોવા મળી છે.

આ શેરોમાં ભારે ઘટાડો

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એચડીએફસી, ઓએનજીસી, બીએચઈએલ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.1 – 3.5 ટકા સુધી ડાઉન થઈ ચૂક્યા છે. જો કે આઈટીસી, એચસીએલ ટેક, ટીસીએસ, લ્યુપિન, બજાજ ઓટો, હિન્ડાલ્કો અને ઈન્ફોસિસ બજારને સંભાળવાની કોશિશ કરી રહ્યાં છે.

આ શેરોમાં 7 ટકા સુધીનો કડાકો

મિડકેપ શેરોમાં કમિંસ, જીએમઆર ઈન્ફ્રા, કેનરા બેન્ક, આઈડીબીઆઈ બેન્કના શેર 7 ટકા સુધી તૂટ્યા છે. જ્યારે સ્મોલકેપ શેરોમાં વક્રાંગી, પીએનબી ગિલ્ટ્સ, રેડિંગ્ટન, પીસી જ્વેલર, અને જૈન ઈરીગેશન ડીવીઆર પણ 10 ટકા સુધી તૂટ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.