Abtak Media Google News

રિલાયન્સનો શેર તુટયો: રૂા.૧૮૪૦ની સપાટીએ પહોંચ્યો

એશિયાની નામાંકિત અને ઉચ્ચ સ્તરીય કંપની તરીકે પ્રસ્થાપિત થયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને ધ્યાને લઈ આજે સવારથી શેરબજારમાં ૬૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારનાં સેન્સેકસ ૩૬,૫૪૦એ ખુલ્યો હતો જે હાલ ૮૯.૩૧નાં ઘટાડા સાથે ૩૫,૯૪૩ અંકે પહોંચ્યો છે એવી જ રીતે નિફટીની વાત કરવામાં આવે તો ૪.૫૫ પોઈન્ટનાં ઘટાડા સાથે ૧૦,૬૦૨એ પહોંચ્યો છે. એનએસઈમાં રિલાયન્સનાં શેરોમાં પણ ૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને રિલાયન્સનો શેર ૧૮૧૭એ પહોંચ્યો છે. આજની શેરબજાર મુખ્યત્વે રિલાયન્સની એજીએમ ઉપર આધારીત જોવા મળી હતી ત્યારે રિલાયન્સ દ્વારા જે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી આવનારા સમયમાં શેરબજારમાં પણ ઘણોખરો વધારો જોવા મળશે.

શેરબજારોનાં નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ પાછલા ઘણાખરા માસમાં રિલાયન્સ અને ખાસ કરી જીયો દ્વારા ઘણું રોકાણ કરવામાં આવ્યું છે અને તેની વેલ્યુએશનમાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે. આ બધાને લઈ શેરધારકો અપેક્ષા રાખી રહ્યા છે કે, તેમના શેરોમાં પણ વધારો જોવા મળશે જેની સીધી જ અસર આજનાં શેરબજાર ઉપર પડી છે. ભારતીય શેરબજારમાં આજની રિલાયન્સની વાર્ષિક સાધારણસભાનાં કારણે તેજી જોવા મળી રહી છે ત્યારે હાલ સેન્સેકસ ૩૬૦૦૦ને પાર પહોંચ્યો છે અને નિફટી પણ ૧૦,૬૧૬ને પાર પહોંચી હોવાનું હાલ સામે આવ્યું છે જોકે અન્ય શહેરોમાં પણ અનેકગણો સુધારો જોવા મળ્યો છે.

શેરબજાર અને ભારતનાં રોકાણકારોમાં આરઆઈએલની વાર્ષિક સાધારણસભાને લઈ ઘણું આકર્ષણ જોવા મળતું હતું. આજે રિલાયન્સની ૪૩મી વાર્ષિક સાધારણસભા યોજાઈ હતી ત્યારે ગત એક સપ્તાહ દરમિયાન કંપનીનાં શેરનાં ભાવમાં વધ-ઘટનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો ત્યારે વર્ષ ૨૦૧૦થી લઈ વર્ષ ૨૦૧૪ દરમિયાન વાર્ષિક સાધારણ સભાનાં સપ્તાહમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો હતો અથવા તો શેરબજાર સ્થિર જોવા મળતું હતું. એવી જ રીતે વર્ષ ૨૦૧૫ની વાર્ષિક સાધારણસભામાં રિલાયન્સનાં શેરનાં ભાવમાં ૫ થી ૧૦ ટકાનો વધારો પણ નોંધાયો હતો પરંતુ ચાલુ ૪૩મી એજીએમની વાર્ષિક સાધારણસભામાં રિલાયન્સનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજની વાર્ષિક સાધારણ સભા દરમિયાન બીએસઇ સેન્સેક્સના શેરોની કિંમત ૧૫ જુલાઇ ૨૦૧૯ના રોજ ૩૮ હજારને પાર હતી ત્યારે આજના દિવસે શેરોનો ભાવ ઘટી ૩૬૭૦૦એ પહોંચ્યો છે. ત્યારે બીએસઇના શેરમાં આશરે ૫ ટકાનું નુકસાન જોવા મળ્યું છે.

વાર્ષિક સાધારણ સભા દરમિયાન રિલાયન્સના શેર ૧૯૫૧ રૂપિયાએ પહોંચ્યો હતો પણ હાલ તે ૧૮૪૦ની સપાટીએ બંધ આવ્યો હતો. તેવી જ રીતે નીફટીના શેરોમાં પણ ૬ ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.