Abtak Media Google News

લોધીકા તાલુકા ના વિરવા ગામની સીમમા આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝના રાધે એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં જુગાર રમતા 20 લાખ ના મુદ્દામાલ સાથે ૭ પતાપ્રેમીઓ ઝડપાયા…

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબના હુકમથી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સા.નાઓ તરફથી દારૂ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અન્વયે પ્રો.પો.સ.ઇ.વી.બી.ચૌહાણ સા.ની ચોકકસ અને વિશ્વાસપાત્ર બાતમી અન્વયે લોધીકા પો.સ્ટેના પો.સબ.ઇન્સ એચ.પી.ગઢવી સા. તથા પ્રો.પો.સબ.ઇન્સ વી.બી.ચૌહાણ સા. તથા એ.એસ.આઇ ગજરાજસિંહ ચંદુભા તથા પો કોન્સ ગીરીશભાઇ ચંદુભાઇ તથા વિનોદભાઇ હકુભાઇ તથા ધનશ્યામસિંહ દાનુભા એ રીતેના પો.સ્ટાફ સાથે બાતમી વાળી વિરવા ગામની સીમમાં આવેલ ગોલ્ડન ઇન્ડ્રસ્ટ્રીઝમાં આવેલ રાધે એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં જુગાર અંગેની રેઇડ કરતા;

(૧) ભાવેશભાઇ હીરજીભાઇ ભુત
(૨) પ્રતિક શશીકાંતભાઇ જાળીયા
(૩) નીખીલભાઇ મનસુખભાઇ પાડલીયા
(૪) જીજ્ઞેશભાઇ અરવિંદભાઇ જસાણી
(૫) ભાર્ગવ કાંતીભાઇ મેતલીયા
(૬) મયુરભાઇ પ્રવિણભાઇ ટીલવા
(૭) હિતેશભાઇ ચીમનભાઇ મૈછેરી રહે બધા રાજકોટ વાળાઓ કુલ રોકડ રકમ રૂ.1,06,700 તથા વાહનો નંગ-૨ કિ.રૂ.18,00,000 તથા મોબાઇલ ફોન નંગ-7 કિ.રૂ. 1,01,000 મળી કૂલ રૂ. 20,07,700ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા 4,5 મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.