Abtak Media Google News

ફિલ્મ જગત લોકો માટે ઘણી વાર ઘણા વિષયો સાથે ચર્ચા વિષય બનતો હોય છે. ઘણી વાત કોઈ અભિનેત્રી કે અભિનેતાના લુક ને લઈ ને તો ઘણી વાર ફિલ્મના પોસ્ટરને લઈ ને … પણ ફિલ્મ જગતની ગલિયારીઓ ક્યારેય સુની રહતી નથી ત્યારે હવે ફરી નવા ફિલ્મનુ એલેર્ટ આવ્યું છે.

જી હા…વિવાહ મુવીના પ્રેમ અને કબીર સિંઘ ના કબીર જોવા મળશે હિરોપંતિ અને મીમી પોતાની આગવી કિરદાર આપનાર ક્રિતી સેનોન સાથે. યસ … કારણ કે તાજેતર માં ક્રિતી એ તેના સોશિયલ મીડિયા પેજ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં શાહિદ અને ક્રિતી ખૂબ જ રોમાંટિક પોઝ સાથે બુલેટ પર બેઠા છે અને સન સેટ સાથે બને ખૂબ જ એક્ટ્રેક્ટિવ પણ લાગી રહ્યા છે.

https://www.instagram.com/p/Cqw8qNNrSdf/?utm_source=ig_embed&ig_rid=48aa2ef3-cfd1-40c2-89f2-05f49a9886ac

પોસ્ટ સાથે તેને લખ્યું હતું કે અમારો આવનારો પ્રોજેકટ જેનું કોઈ નામ નથી પણ કહી શકાઈ કે “અશક્ય પ્રેમ કહાનિ” જે 2023માં રિલિજ થશે વધુમાં જણાવતા કહ્યું કે અમિત જોશી અને આરધના શાહ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત થયેલ છે ક્રિતી અને શાહિદ નો આ પહેલો પ્રોજેકટ હશે જેમાં બંને એક સાથે દેખાશે.

આ ફોટો શેર થતાં ની સાથે ભાઈ ચર્ચાએ જોર પકડયુ છે . જે કે હવે આવનારી ફિલ્મ કઈ હશે ? સ્ટોરી શું હશે ? અને બને ની ભૂમિકા કઈ હશે ? તેને લઈ ને બંનેના ફેંસ માં પણ ઉત્સુકતા જોવા મળી છે.
હવે કેવી રહશે આ બંન્નેની ફિલ્મ એ જોવાનું રહ્યું…તમે પણ આવનારી ફિલ્મ માટે થઈ જજો તૈયાર.

તેણીએ ઉમેર્યું, “અમિત જોશી અને આરાધના સાહ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત. દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉત્તેકર દ્વારા નિર્મિત. મેડૉક ફિલ્મનું નિર્માણ.” કૃતિ અને શાહિદ કપૂરનો આ એકસાથે પહેલો પ્રોજેક્ટ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.