Abtak Media Google News

સૌરાષ્ટ્રનું હૃદય સમાજ ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદોમાં સપ્લાય છે ત્યારે ફરી એકવાર અધિકારીના સરમજનક કૃતિઓના કારણે વિવાદમાં આવી વર્ષે લાખોનો પગાર મેળવનારા ક્લાસ 2 અધિકારીએ ગરીબો માટેનું ’આયુષ્યમાન કાર્ડ’ કઢાવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા કે જેમનો વાર્ષિક 18 લાખ પગાર છે, છતાં પોતાના અને પરિવારજનોના નામે ગરીબોને મળતું આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું છે. એકતરફ જરૂરિયાતમંદો આયુષ્યમાન કાર્ડ વગર મોંઘી સારવાર માટે રઝળે છે. ત્યારે આવા ક્લાસ 2 અધિકારીએ ગરીબોનો હક મારી પોતે આયુષ્માન કઢાવી તેનો ઉપયોગ પણ કરી લીધો હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે

આ અંગે તપાસ કરતા સામાજિક કાર્યકર કિશન રાઠોડે નામના યુવાને કાગળો ભેગા કર્યા ને આખું કૌભાંડ બહાર લાવ્યા. અને આ મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી માગ કરી છે. ક્લાસ-2 અધિકારી કે જેનો વર્ષે લાખોનો પગાર છે તેમની પાસે પણ સરકારની મફત સારવાર યોજનાનું આયુષ્યમાન કાર્ડ હોવું શરમજનક છે. સિવિલ હોસ્પિટલના આ અધિકારી હિતેન્દ્ર ઝાંખરિયાએ ખોટા આધાર પૂરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું તેની સામે ફરિયાદ દાખલ કરવા તેમને પોલીસ કમિશનરને રજુઆત કરી છે.

ઝાંખરિયાની આવક મર્યાદા સરકારના આયુષ્યમાન કાર્ડના ધારાધોરણ મુજબ ત્રણ ગણી વધારે છે. હિતેન્દ્ર ઝાંખરિયા, ભાવનાબેન અને પુત્ર શ્રેયાંશે ઓછી આવકના દાખલા રજૂ કરી આયુષ્માન ભારત કાર્ડ મેળવેલું છે. ઝાંખરિયાના પત્ની ભાવનાબેને આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી 22/3/2022ના રોજ ખછઈં કઢાવેલો છે. તેની સ્લીપ પણ રજુઆત સાથે તેમને રજૂ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.