Abtak Media Google News

 મીડિયા કર્મચારીઓના પરિવારને આયુષ્યમાન અને ઈ-શ્રમીક કાર્ડ આપવાનું સરાહનીય પ્રારંભ રાજકોટ માંથી થયો છે: ભૂપતભાઈ બોદર

મહાપાલિકા દ્વારા વિવિધ સમાજ, વિવિધ સંસ્થાઓના માધ્યમથી આયુષ્યમાન અને ઈ-શ્રમીક કાર્ડ આપવાનું અભિયાન અવિરત ચાલુ રહશે: મેયર ડો.પ્રદિપ ડવ

અબતક,રાજકોટ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી રાજકોટ નવી કલેકટર કચેરી ખાતે રાજકોટના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક્સ મીડીયાના પત્રકારો તથા કેમેરામેન / ફોટોગ્રાફરો માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમીક કાર્ડનો કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પનો પ્રારંભ  કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, શહેરના મેયર ડો. પ્રદિપભાઈ ડવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.આ તકે પ્રેસ ફોટોગ્રાફર એશોશીએશનના અશોકભાઈ બખથરીયા, દિવ્યરાજસિહ  સરવૈયાનું ઉપસ્થિત અગ્રણીઓએ સાફો પહેરાવી સન્માન ર્ક્યુ હતું.

આ તકે શહેરના પત્રકારો-કેમેરામેન/ ફોટોગ્રાફરોના પરિવારજનોએ બહોળી સંખ્યામાં આયુષ્મમાન કાર્ડ તેમજ ઈ-શ્રમીક કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવેલ કે કોરોના કાળમાં પોતાના જીવની ચિંતા ર્ક્યા વગર પોતાની ફરજ બજાવનાર અને પળે-પળની અપડેટ મેળવી જનસમુદાયને સચોટ માહિતી પુરી પાડનાર પત્રકારો, કેમેરામેનો, ફોટોગ્રાફરોએ ખરા અર્થમાં કોરોના વોરીયર્સની ભુમિકા ભજવેલ હતી ત્યારે એશોશીએશન ધ્વારા તેમના પિરવારજનનો માટે આયુષ્યમાન અન ઈશ્રમીક કાર્ડ નો લાભ આપવાના સુંદર નિર્ણયથી ખરા અર્થમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાનો મોકો મળ્યો છે.

એસોસિએશન દ્વારા આવા સુંદર નિર્ણયથી ખરા અર્થમાં કોરોના વોરીયર્સનું સન્માન કરવાનો મોકો મળ્યો છે: કલેકટર અરૂણ મહેશ બાબુ

આ તકે શહેર ના મેયર ડો પ્રદિપ ડવ એ જણાવેલ કે શહેરની જનતાને કેન્દ્ર  અને રાજયની ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ  એકજ સ્થળે સરળતાથી મળી રહે તેવા ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા વિવિધ સમાજ અને વિવિધ સંસ્થાઓના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમીક કાર્ડ વિતરણ કરવાનું કાર્ય અવિરત ચાલુ રહેશે. આ તકે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ ના મંત્રને ચિરતાર્થ કરવા વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓ ધ્વારા છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં  કાર્ય કરી રહી છે અને નવા લક્ષ્યાંકો ધ્વારા જનસુમદાયની આશા અને આંકાંક્ષાઓ પરીપૂર્ણ કરી રહી છે ત્યારેે  આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમીક કાર્ડ દરેક પિરવારને મળે તે માટે આવા કેમ્પનું આયોજન જરૂરી છે.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવેલ હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચારધારાની ધ્યેયપૂર્તિ ધ્વારા આત્મનિર્ભર ભારતનો બુલંદ પાયો નાંખીનેદેશવાસીઓ  માટે અનેકવિધ જનહીતકારી યોજનાઓ થકી  નવા આયોમો સિધ્ધ ર્ક્યા છેે.ત્યારે મીડીયા કર્મચારીઓના પિરવારને આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમીક કાર્ડનો લાભ આપવાનો સરાહનિક પ્રારંભ રાજકોટમાંથી થયો છે તેનુ્રં ગૌરવ છે.  આ તકે જનસેવા સંપક અધિકારી સાવલીયા, કોર્પોરેશનના આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંત ઠાકર, ભાજપ કાર્યાલયના રમેશભાઈ જોટાંગીયા સહીતનાએ આ કેમ્પની વ્યવસ્થા સંભાળી જહેમત ઉઠાવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.