Abtak Media Google News

હોલિકા દહનની સાથે સાથે શનિ મહારાજનો ઉદય થઇ રહ્યો છે અને બહુ ઝડપથી તેઓ રાહુના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે. દંડનાયક શનિ મહારાજ કુંભ રાશિના અને રાહુના નક્ષત્ર શતભિષામાં ઉદય પામી પ્રવેશ કરશે જે ઘટના ખુબ જ નોંધનીય ગણી શકાય વળી આગામી સપ્તાહમાં સૂર્ય મંગળ અને શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યા છે માટે આગામી સપ્તાહ અનેક ઘટનાઓથી ભરેલું જોવા મળશે.

Advertisement

શનિ મહારાજ દંડનાયક છે તેમના ઉદયથી ન્યાયની પ્રક્રિયા તેજ બનશે અને અનેક બાબતોમાં અદાલત દ્વારા કડક ચુકાદાઓ આવતા જોવા મળશે વળી શનિ મહારાજ રાહુના નક્ષત્રમાં આવવાથી અનેક કૌભાંડો અને છુપી બાબતોને ઉજાગર કરશે તો દિગ્ગજ લોકોના અંડરવર્લ્ડ કનેકશન પણ સામે આવતા જોવા મળશે. આમતો કુંભ રાશિ શનિ સારું પરિણામ આપે છે પરંતુ રાહુના નક્ષત્ર માં હોવા થી આ સમયમાં ડ્રગ્સ અને વ્યસનની બાબતો વધુ સામે આવતી જોવા મળે અને સ્ત્રી પુરુષો બંનેનું નશા તરફ વલણ વધુ જોવા મળે.

વળી આ સમયમાં વિદેશ ભ્રમણ કરનારની સંખ્યામાં વૃદ્ધિ થાય આ ઉપરાંત પેટ્રોલિયમ પેદાશો અને ધાતુઓના ભાવમાં વૃદ્ધિ જોવા મળે તથા જમીન માટેના ઝઘડા વધુ તેજ તથા જોવા મળે અને આ બાબતમાં ખૂનામરકી પણ થતી જોવા મળે વળી આ સમયમાં ઘાતક હથિયારોને લગતી બાબતો પણ સામે આવતી જોવા મળે અને ઘણી ગેંગ સક્રિય થતી જોવા મળે જેનું દમન થતું પણ જોવા મળે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.