Abtak Media Google News

લકકી કસ્ટમર તરીકે પસંદગી પામ્યાનું કહી મોકલેલી લીંક ઓપન કરતા મોબાઇલ હેક થયો

લોભીયા હોય ત્યાં ઘુતારા ભુખે ન મરે તે કહેવતને સાર્થક કરતો કિસ્સો લોધીકા તાલુકાના પારડી ગામના શ્રમિક સાથે થયો છે. જેમાં લકકી કસ્ટર તરીકે સિલેકટ થયા છ. અને રૂ. ર3 હજારનું ઇનામ લાગેલ તેમ કહી વોટસએપમાં મોકલેલી લીંક ઓપન કરી મોબાઇલ હેક કરી બેંકમાંથી રૂ. 3પ00 ઉપાડી લીધાની અજાણ્યા શખ્સે સામે શાપર વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ પારડી ગામે રહેતો જીગરભાઇ મહેન્દ્રભાઇ બાવનજી નામના શ્રમિકના મોબાઇલ પર ફોન આપેલો ફોન પે માંથી વાત કરું તેમ કહી લકકી કસ્ટમર તરીકે સિલેકટ થયા છે. રૂ. ર3 હજારનું ઇનામ લાગ્યાની લાલચ આપી વોટસએપમાં લીંક મોકલી તે લીંક ઓપન કરતા મોબાઇલ હેક કરી ફોનના ડેટા અને ફોન પે ના પાસવર્ડની ચોરી કરી ફરીયાદીના બી.ઓ.બી. માંથી 3500 ઉપાડી લીધાની સાયબર ક્રાઇમમાં અરજી  કરી હતી.

જે અરજીના આધારે શાપર-વેરાવળ  પોલીસ મથક સ્ટાફે મોબાઇલ નંબરના આધારે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.