Abtak Media Google News

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝને બુધવારે ભ્રષ્ટાચાર અને મની લોડરીંગ કેસની તપાસ માટે ૧૪ દિવસના રીમાન્ડ સાથે જેલ હવાલે કરી દીધી હતી.

લાહોર કોર્ટના ન્યાયમૂર્તિ અમીરખાને તેની વધારાની વ્યકિતગત રીમાન્ડ રદ કરવાની એન.એ.બી. ની અરજી રદ કરી દેતા. મરીયમ નવાઝની મુશ્કેલીઓ વધી હતી. કોર્ટના આદેશ બાદ મરીયમ નવાઝને કોટલપ્તપથ જેલ કે જયાં તેણીના પિતા અલ અજીઝીયામીલ ભ્રષ્ટાચાર કેસમાં સાત વરસની સજા કાપી રહ્યા છે. ત્યાં બાપ-દીકરી એક સાથે જેલમાં રહેશે.

૪૫ વર્ષની પીએમએલ-એન ના ઉપપ્રમુખ ને ૮મી ઓગષ્ટે કોર્ટ લખપતી જેલમાંથી જ પિતાને મળવા આવી ત્યારે ચૌધરી સુગરમીલ કેઇના મામલે તેની અટકાયત કરી લેવામાં આવી હતી. શરીફ પરિવાર સામે આક્ષેપ છે કે આ પરિવારે ખાંડની નિકાસ કર્યા વગર જ કરોડો રૂપિયાની સબસીડી હજમ કરી લીધી હતી. કોર્ટે શરીફના ભત્રીજા યુસુફ અબ્બાસને પણ ૧૪ દિવસની રીમાન્ડ પર મની લોડરીંગ કેસમાં જેલ હવાલે કરી દીધો હતો.

પાકિસ્તાનના રાજદ્વારી ઇતિહાસમાં એ નવું નથી કે ટોચના પ્રસાસનિય પદાધિકારીઓને આકરી સજા ન થાય પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક જનરલ જિયાંઉલહકના શાસનમાં પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકરર અલી ભટ્ટોને હત્યા, રાજદ્રોહ અને ષડતંત્રના કેસમાં દોષિત ઠેરવીને ફાંસીએ ચઢાવી દીધા હતા. નવાઝ શરીર સામે પણ એક પછી એક ભયંકર આક્ષેપોના કેસો દાખલ થાયછે અને પરિવારના સદસ્યોને સદસ્યોને કાયદાના સકંજા માં લેવાઇ રહ્યા છે. અત્યારે પાકિસ્તાનમાં શરીફ પરિવારની ગ્રહ દશા પર લોઢાના પાયે શનિની પનોતી બેઠી હોય તેમ પિતા-પુત્રી ભત્રીજા જેવા પરિવારના હાથ પગ ગણાતા લોકોને જેલમાં ધકેલી દવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.