Abtak Media Google News

શ્રાવણ માસ સોમવારે શિવના જુદા જુદા સ્વરૂપના દર્શન

ઓણસાલ વૈશાખ વદ તેરસના પાવન દિને સાર્ધ શતાબ્દી ( 150 ) વર્ષમા મંગલ પ્રવેશ કરનાર શ્રી પંચનાથ મહાદેવ મંદિરમાં શિવમાં જીવ પરોવવાના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવ ભક્તોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો સાથોસાથ તહેવાર અનુરૂપ શણગારવામાં આવેલ સંપૂર્ણ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધાથી દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

મંદિરમાં સૂર્યોદય થતાં જ વ્હેલી સવારથી જ અનેક શિવભક્તો આશુતોષની અર્ચન પૂજન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે, મંદિરમાં આ તહેવારનું જો કોઈ મુખ્ય આકર્ષણ હોય તો એ છે કે ચારેય સોમવાર દરમ્યાન મહાદેવજીના શિવલિંગને ઘીનો અદભૂતપૂર્વક શણગાર સજાવવામાં આવે છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ પરિવાર એટલે કે

મૃત્યુંજય મહાદેવ દ્વિતીય સોમવારે માર્કન્ડેય સ્વરૂપ શિવજી તૃતીય સોમવારે ગંગાજી અવતરણ ચતુર્થ સોમવારે વિષ્ણુ સૈયા એટલે કે વિષ્ણુ ભગવાન સાથેના શિવજીના ભક્તોને દર્શન કરાવવામાં આવે છે.

તદુપરાંત બપોરે 11:45 કલાકે સંકુલમાં આવેલ તમામ સોળ મંદિરમાં  રાજભોગ ધરાવતાની સાથે આરતી કરવામાં આવે છે ત્યારબાદ 12 વાગ્યાથી 1:15 સુધી મહાપૂજા કરવામાં આવે છે તેમજ સંધ્યા સમયે ઘંટ અને ઓરીજીનલ નગારાના નાદ  સાથે આરતી કરવામાં આવે છે દર વર્ષે આખા શ્રાવણ માસ દરમ્યાન જયપુર રાજસ્થાનથી સુભાષચંદ્ર ( મહારાષ્ટ્રીયન ) શિવજીને પ્રસન્ન કરવાના આસ્થા સાથે ખાસ નગારા વગાડવા માટે શ્રી પંચનાથ મંદિરે આવેછે સુભાષબાબૂ દ્વારા વગાડવામાં આવતા નગારા ના અવાજની સાથે થતો ઘંટનાદ અને આખા મંદિરમાં પ્રસરતી ધૂપની મહેક ખરેખર મહાદેવજીના દર્શન કરતાની સાથે મનને પ્રફુલ્લિત  કરે છે.આ મનભાવન આરતી સમાપ્ત થયા બાદ મંદિરમાં રહેલા તમામ દર્શનાર્થીઓને શ્રાવણ માસના દરેક સોમવારે ફરાળી પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છે.

સાથોસાથ બીજા અને ત્રીજા સોમવારે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ, સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ, તથા બડા બજરંગ ફાઉન્ડેશનના સમન્વય થકી થેલેસેમીયા પીડીત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં દરેક દર્શનાર્થીઓને રક્ત આપવા અને અપાવવા માટે ઉપરોક્ત ત્રણેય સંસ્થા દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવેલ છે. જેનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રિના 10 સુધી રાખવામાં આવેલ છે

શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ ઉપપ્રમુખ  વસંતભાઈ જસાણી માનદમંત્રી  મયુરભાઈ શાહ કોષાધ્યક્ષ મહેન્દ્રસિંહ ગોહેલ ટ્રસ્ટી ઓ ડો રવીરાજ ગુજરાતી અનીલભાઈ દેસાઈ નીરજભાઈ પાઠક જૈમિનભાઈ જોષી સંદીપભાઈ ડોડીયા નિતીનભાઇ મણીયાર નારણભાઈ લાલકીયા મિતેષભાઇ વ્યાસ જેવા સેવાના ભેખધારીઓ મંદિરમાં ઉજવવામાં આવતા દરેક તહેવારો અલૌકિક બને તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે અને તેમાં સફળ પણ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.