દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા ઉજવાશે શરદોત્સવ: રાસ-ગરબાનું ભવ્ય આયોજન

અધ્યક્ષ પદે મહંત જગદીશગીરી બાપુ તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ આપશે હાજરી: ગ્રુપના સભ્યો ‘અબતક’ના આંગણે

દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી યોજાતા ભવ્ય અને પારંપરીક રાસ ગરબા શરદોત્સવના આયોજનમાં આ વર્ષે પણ બાલવનનાં વિશાળ ગ્રાઉન્ડ પર ભવ્ય સમીયાણામાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મ્યુઝીકલ ઓર્કેષ્ટાના સંગાથે હજારો ખેલૈયાઓ મનમૂકીને અનેકો ઈનામો મેળવવા માટે ઝુમશે આયોજનને અદભૂત બનાવવા સભ્યો ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.

સમારોહના અધ્યક્ષ પદે ચોટીલા ચામુંડા માતાજીના મહંત જગદીશગીરીજી ખાસ ઉપસ્થિત રહેશે તથશ સમારોહના પ્રમુખ પદે જાણીતા ઉદ્યોગપતિ રાજેશગીરી પ્રેમગીરી ઉપસ્થિત રહેશે. સમારોહનું ઉદઘાટન રાજેશપુરીજી, વાય.કે. ગોસ્વામી, રમેશગીરીજી, કેળવણીકાર નિમિષાબેન અપારનાથ, હિતેશગીરીજી તથા યુવા ડોકટર ડો.હાર્દીકગીરીજી અને ડો. વિવેકપુરીજીના કરકમળો દ્વારા થશે. સમારોહમાં અતિથિવિશેષ પદે ધનસુખભાઈ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વીનભાઈ મોલીયા સ્ટે. કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, કમલેશભાઈ મીરાણી, કિશોરભાઈ રાઠોડ, અનિતાબેન ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, પરેશભાઈ ગજેરા તથા પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

દશનામ ગોસ્વામી સમાજના બધા જ વરિષ્ઠ અગ્રણીઓ, મહંતો, વિવિધ મંડળના પ્રમુખો, ડોકટર્સ, એન્જીનીયવર્સ, એડવોકેટસ, ઉદ્યોગપતિઓ, યુવા બિઝનેશમેન તથા સમાજ સેવકો બહોળી સંખ્યામાં પ્રોત્સાહક હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમ ફાઉન્ડર પ્રેસીડેન્ટ નિલેશપુરી એન. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રેસીડેન્ટ ગિરીશપુરીજી, તથા મહેશપુરીજી, અમુલગીરીજી, રાજનગીરીજી, દેવાંગગીરી, કલ્પેશગીરી, સાગરગીરી તથા લેડીઝ કલબના કલ્પનાબેન શિલ્પાબેન, સરોજબેન, ગીતાબેન , તેજલબેન, પલ્લવીબેન, શ્રધ્ધાબેન, દિપ્તીબેન પ્રજ્ઞાબેન, સપનાબેન , પુજાબેન તથા ઉર્વશીબેન સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.