Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો સામાજિક સમરસતા ની પુષ્ટિ રૂપ મહત્વપૂર્ણ નિર્ણય
મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2019 થી રાજ્ય ના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત નો લાભ મળતો થશે

આ હેતુસર 14 -1-2019 પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10ટકા અનામત નો લાભ અપાશે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14 -1-2019 પહેલા જે જે ભરતી પ્રક્રિયા માં લેખિત મૌખિક પરીક્ષા તેમજ કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે તેને આ અનામત નો લાભ લાગુ થઇ શકશે નહીં

ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે આ 10 ટકા અનામત એસ સી એસ ટી અને એસ ઈ બી સી ને મળવા પાત્ર 49 ટકા ઉપરાંત ની રહેશે મુખ્યમંત્રીશ્રી એ કેન્દ્ર ની પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની સરકારે બિનઅનામત વર્ગો ને 10 ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણય ને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વ પૂર્ણ નિણર્ય કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.