પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી નારાજ સિંગર શાન, સરકારને પુછ્યા આ મહત્વના પ્રશ્નો

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી માત્ર સામાન્ય લોકો પરેશાન નથી, પરંતુ તેની સીધી અસર મનોરંજન જગતના સીતારાઓ ઉપર પણ પડી રહી છે. હાલમાં જ બોલિવૂડ સિંગર, કમ્પોઝર શાને ક્રૂડ ઓઇલના વધેલા ભાવો અંગે ટ્વીટ કરીને સરકારને મોટો સવાલ પૂછ્યો છે. સિંગરનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમજ ચાહકો પણ આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

સિંગર શાને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પ્રતિક્રિયા આપી છે. શાને ટ્વિટર પર લખ્યું, ‘સરકાર પેટ્રોલ પર જીએસટી કેમ નથી લાવતી? પેટ્રોલ પર આટલો મોટો ટેક્સ કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે? આનો કોઈ યોગ્ય જવાબ છે. કૃપા કરી કોઈ મને આ સમજવામાં મદદ કરે. ‘લોકો સિંગરની ટ્વિટ પર મિશ્રિત પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તો કેટલાક યુઝર્સ તેની પોતાના અંદાજમાં શાનને આ સમસ્યાનું સમાધાન કહેતા જોવા મળ્યા છે.

ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશની જનતા ખૂબ પરેશાન છે. દિલ્હી-મુંબઇ જેવા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યાં છે. મેટ્રો શહેરોમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઓલ ટાઈમ પ્રાઈસ પર ગયો છે. આની અસર સીધા સામાન્ય લોકો તેમજ બોલીવુડ સેલેબ્સને પડી રહી છે. આવી સ્થિતિમાં, જીએસટી લાગુ કરવાનો સવાલ શાન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, ચાહકોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે અને લોકો તેનું સમર્થન કરતા જોવા મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની હાલની કિંમત પ્રતિ લિટર 97.57 રૂપિયા છે, તો ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.44 રૂપિયા પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ 91.17 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.47 રૂપિયા છે. આખો દેશ મોંઘવારીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે અને હવે મનોરંજન જગતના સીતારાઓ પણ પોતાની આપત્તી વ્યક્ત કરવા લાગી ગયા છે.