Abtak Media Google News
બે સેશનમાં કુલ 17173 વિદ્યાર્થીઓમાંથી 223 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા સેમેસ્ટર-5ની ઓફલાઈન પરીક્ષાના ચોથા દિવસે બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ.ની પરીક્ષામાં કુલ 17173 વિદ્યાર્થીઓમાંથી 223 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

ચોથા દિવસના અંતે જૂનાગઢ ખાતે પાંચ તથા માણાવદર ખાતે એક મળીને  કુલ છ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં સોશ્યલ સાયન્સ, બી.કોમ.માં ઓડીટીંગઅને બીબીએમાં બિઝનેશ એન્વાયરમેન્ટ વિષયમાં કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.