Abtak Media Google News

ગૃહમંત્રીએ શાળા સંચાલકોની સરખામણી બુટલેગરો સાથે કરતા રાજકોટ સહિત રાજ્યભરના જીલ્લા મથકો પર સંચાલકોનો રોષ

બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે ફી નિયમન મુદ્દે ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય અને શાળા સંચાલકો હોલ ટીકીટ ન આપે તો સરકાર આપશે તેવી જાહેરાત કરતા રાજકોટ જિલ્લાની ખાનગી શાળાઓના ફીના અંદાજે ૫ થી ૬ કરોડ ફસાતા આજે રાજકોટની કરણસિંહજી સ્કુલ ખાતે ધરણા સુત્રોચ્ચાર કરી સરકારને આવી ગેરવ્યાજબી જાહેરાત ન કરવા માંગ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબીમાં શાળા સંચાલકો દ્વારા ધરણા કરી શિક્ષણ મંત્રીના નિવેદનનો ઉગ્ર વિરોધ કરી શિક્ષણમંત્રી હાય હાયના સુત્રોચાર કર્યા હતા.

સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જીલ્લાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે શિક્ષણમંત્રીના નિવેદનથી વિદ્યાર્થીઓ પાસેથી વસુલવાની થતી ૫થી ૬ કરોડ રૂપિયાની ફી અટકી ગઈ છે.

સાથો સાથ શાળા સંચાલકોએ વિધાનસભામાં ગૃહમંત્રીએ શાળા સંચાલકોની બુટલેગર સાથે સરખામણી કરી હોય જેનો ભારે વિરોધ કરી મોરબીના શાળા સંચાલકો દ્વારા શિક્ષણ વિભાગની કચેરી સામે ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી શિક્ષણમંત્રી અને ગૃહમંત્રીના નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

વધુમાં શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારના ગેરવ્યાજબી નિવેદનને કારણે બોર્ડની પરીક્ષાની હોલ ટીકીટ વિતરણ નહિ કરવા નક્કી કરાયું છે. કારણ કે સરકારના ગેરવાજબી નિવેદનથી જે વિદ્યાર્થીઓએ શાળાને ફી નથી ચૂકવી તેઓને જલ્સા પડી ગયા છે અને એકલા રાજકોટ જિલ્લામાં જ અંદાજે શાળા સંચાલકોના રૂપિયા ૫થી ૬ કરોડ ફસાઈ ગયા છે અને શાળા સંચાલકો અને વાલીઓ વિદ્યાર્થીઓ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવી સ્થિતિ ઉદ્ભભવી છે. રાજકોટમાં આજના ધરણા વિરોધ પ્રદર્શન બાદ શાળા સંચાલકો દ્વારા સરકાર તાકીદે શાળા સંચાલકોના હિતમાં  નિર્ણય કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.