Abtak Media Google News

અંગદાન સાથે ત્વચાદાન પણ ‘મહાદાન’!!!

વ્યક્તિના મૃત્યુ બાદ ત્વચા દાન કરી શકાય: બેથી ત્રણ દિવસથી લઇ 5 થી 6 વર્ષથી વધુ સ્કિનનું સ્ટોરેજ કરી શકાય છે

ત્વચા દાન કરવા માટે લોકો મો.7211102500 ઉપર સંપર્ક સાધી માહિતી મેળવી શકે છે

કહેવાય છે કે અંગદાન એ મહાદાન પરંતુ હવે સ્થિતિમાં બદલાવ આવ્યો છે અંગદાનની સાથે હવે ત્વચા દાન પણ મહાદાન તરીકે ઓળખવામાં આવે છે. હાલના દિવસોમાં દાઝી ગયેલા લોકોની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. ત્યારે આ કિસ્સામાં દાઝી ગયેલા લોકોને નવું જીવન આપવા માટે સ્કીન બેંક તેમના માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે માત્ર જરૂર છે તો એ કે લોકો વધુને વધુ આગળ આવી પોતાની ત્વચા દાન તેમના મૃત્યુ બાદ કરે જો આ વાતને ગંભીરતા પરિવારના અન્ય સભ્યો લિયે તો મૃત વ્યક્તિની ચામડી અન્યને નવું જીવન પૂરું પાડી શકે છે એટલું જ નહીં જે ત્વચા દાન આપવામાં આવેલું હોય તે  સ્કીમ બેંકમાં બે દિવસથી લઈ 5 થી 6 વર્ષ સુધી સંગ્રહિત થઈ શકે છે.  જેના ઉપર   કેમિકલ પ્રોસેસ હાથ ધરી તેનું આયુષ્ય લંબાવવામાં આવતું હોય છે.

સ્કીન બેંકમાં રહેલી ત્વચાનો ઉપયોગ સૌથી વધારે દાઝી ગયેલા લોકો માટે થતો હોય છે.કોઇ વ્યક્તિ દાઝી ગયા હોય તો તેને બાયોમેટ્રિક રીતે તેના દાઝી ગયેલા ભાગ પર સ્કીન લગાડવામાં આવે છે. હાલના સાંપ્રત સમયમાં લોકો અંગદાન તો કરતા હોય છે એટલુંજ નહીં ચક્ષુદાનની જેમ આપ આપની ચામડીનું પણ દાન કરી શકો છો. સ્કિન બેંકના ઉપયોગથી દાઝી ગયેલા કે શરીરમાં ચામડીને નુકસાન પામેલા અનેકને ફાયદો થશે. કેવી છે આ સ્કીન બેંક ? અને કંઇ રીતે આપ આપી શકો છો તમારી ચામડીનું દાન ? અને કેવી રીતે ઉપયોગી થઇ શકે છે ? સહિતની માહિતી જાણવી ખૂબ આવશ્યક.

અત્યાર સુધી આપે ચક્ષુદાન અને અંગદાન સાંભળ્યું હતુ. પરંતુ હવે મૃત્યુ બાદ ચામડીનું દાન પણ આપી શકાય છે. આધુનિક મશીનરીથી સજ્જ રહેતી સ્કીન બેંકમાં બેથી ત્રણ દિવસથી પાંચ વર્ષ સુધી ચામડીનું સ્ટોરેજ કરી શકાય છે.

મૃત્યુ બાદ કઇ રીતે આપી શકાય ચામડી

માનવ શરીરમાં ચામડીની ત્રણ લહેર હોય છે જેમાંથી પ્રથમ લહેરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે છ કલાકની અંદર તેમના સ્વજનો સ્કીન ડોનેશન અંગે નિર્ણય લઇ શકે છે . પરંતુ એક કપડાં સમયમાં જો કોઈ સ્વજન અથવા તો પરિવારને આ અંગેનું જ્ઞાન હોય તો ખૂબ સરળતાથી ત્વચાનું દાન થઈ શકે છે. જ્યારે કોઇ મૃતદેહનું સ્કીન ડોનેશન માટે મંજૂરી આપવામાં આવે છે ત્યારે બેંકના સ્ટાફ દ્રારા એક થી દોઢ કલાકની પ્રોસેસ કરીને તેની સ્કિન કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ તેની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે.ચામડી કાઢીને 24 કલાક સુધી તેને ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કોઇ ઇન્ફેકશન ન હોય તો તેનું સ્ટોરેજ કરવામાં આવે છે.

બર્ન કેસમાં સ્કિન બેન્કનો રોલ અત્યંત મહત્વપૂર્ણ

સ્કિન બેંકમાં સંગ્રહિત થયેલી ચામડી સૌથી વધારે દાઝી ગયેલા લોકોને ઉપયોગી સાબિત થઇ શકે છે.કોઇ વ્યક્તિ દાઝી ગયા હોય તો તેને બાયોમેટ્રિક રીતે તેના દાઝી ગયેલા ભાગ પર સ્કીન લગાડવામાં આવે તો 21 દિવસમાં રૂઝ આવી જશે.નવી ચામડી આવશે.આ ચામડી લગાડવાને કારણે સ્કીન ઇન્ફેકશન પણ નહિ લાગે સાથોસાથે ડાયાબિટીસમાં ગેગરીંગ થવાનો ભય ખૂબ જ ઓછો થઇ જાય છે અને એસિડને કારણે જો કોઇ ભાગ દાઝી ગયો હોય તો તેના માટે પણ આર્શિવાદ રૂપ સાબિત થાય છે.

સ્વર્ગસ્થ માતાની ચામડીનું દાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

Box 1. Parag Bhai Tanna

સ્કિન ડોનેશન માટે લોકોને જાગૃત કરી રહેલા પરાગભાઈ તન્નાએ તેમના સ્વર્ગસ્થ માતાની ચામડીનું દાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક શરૂ થયા બાદ પ્રથમ ત્રણ મહિનામાં જ તેઓએ પોતાની સ્વર્ગસ્થ માતાની ઈન્ડોનેટ કરી હતી ત્યારબાદ એક માસના સમયમાં વધુ બે લોકોએ ત્વચા દાન કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે.  ત્યારે સ્કિન ડોનેશન અંગે તેઓએ જણાવ્યું હતું કે ચામડી શરીરનું સૌથી મોટું અંગ છે અને સ્કીન ડોનેશન અંગે લોકોને હમણાં જ ખ્યાલ પડ્યો છે પરંતુ તે છેલ્લા ઘણા સમયથી કાર્યમાં છે જ્યારે કોઈ વ્યક્તિને પ્લાસ્ટિક સર્જરી ની જરૂર પડે તો તેની શરીરની ચામડી નો ગ્રાફ કરવામાં આવતું હોય છે પરંતુ હવે જે રીતે દાઝી ગયેલા લોકોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તેઓને નવું જીવન આપવા માટે સ્કીન ડોનેશન સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તરફ તેઓ જણાવ્યું હતું કે લોકોને એ વાતનો ડર છે કે સ્કીન ડોનેટ કરવામાં ઘણો દુખાવો થતો હોય છે પરંતુ તે વાતમાં સહેજ પણ તથ્ય નથી. વધુને વધુ લોકો આ ઝુંબેશમાં આગળ વધે એ જ જરૂરી. માટે હોય જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિની ચામડી લેવામાં આવે ત્યારે પરિવારના સભ્યોએ જાગૃત થવાની જરૂર છે કારણ કે મૃત્યુના છ કલાક સુધીમાં ચામડી લઈ શકાય છે.

સ્કિન ડોનેશનને લાગતી ભ્રામક વાતોથી દુર રહેવું જરૂરી: સંદીપ ગાંધી

Box 2. Sandeep Bhai Gandhi

સ્કીન ડોનેશનના હિમાયતી સંદીપભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે ચામડીના ડોનેશન ને લગતી બ્રામક વાતોથી લોકોએ દૂર રહેવું જોઈએ. ઉમેર્યું હતું કે લોકોને એ વાતનો ડર હોય છે કે તેમના શરીરની દરેક ચામડ્યો ઉખેડી લેવામાં આવતી હોય છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે જે જગ્યાએથી ચામડી લઈ શકાય એ ભાગથી જ ચામડી લેવામાં આવે છે એટલું જ નહીં ત્યારબાદ તેમાં રોજ પણ આવી જતી હોય છે. માનવ શરીર ના સૌથી પતલા પળના રૂપમાં જ ચામડી એક્સપર્ટ તબીબો દ્વારા લેવામાં આવે છે. ઉમેર્યું હતું કે હાલ આ પ્રકારના કિસ્સાઓમાં ખૂબ વધારો થયો છે ત્યારે ચામડીની માંગ પણ અધધ વધી રહી છે પરંતુ જ્યારે તેનું વિતરણ કરવામાં આવે ત્યારે કોઈ સંસ્થા પૂર્ણ ઉતરતી હોય છે માટે દરેક લોકોએ સ્કીન ડોનેશનને લઈ જાગૃત થવું અનિવાર્ય છે અને સમાજના ઉત્થાનમાં અને દર્દીને બચાવવામાં આગળ આવવું એ પણ એટલું જ જરૂરી છે. લોકો અંગદાન અંગે જે રીતે જાગૃત થયા છે તેવી રીતે ચામડીના દાનને લઈને પણ તેઓએ આગળ આવવું પડશે તો જ સમાજ ખરા અર્થમાં બેઠો થશે અને જાગૃત થશે.

સ્કિન ડોનેશનથી લોકોનો જીવ પણ બચાવી શકાય છે: ડો.ચેતન લાલસેતા

Box 3. Dr. Chetan Lalseta

રાજકોટના ખ્યાતના સ્કીમ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે, લોકોને જો સ્કીન ડોનેશનને લઈ જાગૃતતા આવી જાય તો ઘણા અંશે વિકટ કિસ્સાઓમાં લોકોનો જીવ બચી શકે છે અત્યારે માત્રને માત્ર પ્લાસ્ટિક સર્જરીમાં જ ચામડીનો ઉપયોગ ગ્રાફ તરીકે કરવામાં આવતો હોય છે પરંતુ બર્ન કેસ એટલે કે જે દાજી ગયેલા કેસ હોય તેમાં ચામડીની ખૂબ મોટા પ્રમાણમાં ઉણપ વર્તાઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ સ્કીન ડોનેશનને લઈ સૌથી મોટી ચેલેન્જ એ છે કે લોકો ચામડીનું દાન કરવામાં અટકાય છે અને તેઓને લાગે છે કે તબીબો દ્વારા ચામડી કઈ રીતે લેવામાં આવશે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે શરીરના જે સૌથી મોટા ભાગ હોય તેમાં થી ચામડી લેવામાં આવતી હોય છે. અને આ ચામડી બે વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. દરેક લોકોએ એ વાતનો સંકલ્પ કરવો જોઈએ કે તેમના મૃત્યુ બાદ તેઓએ તેમની સ્કિન ડોનેટ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.