Abtak Media Google News

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ટોળુ વિફર્યું ‘તુ

પુર્વ કોંગી કોર્પોરેટર વિજયભાઈ ચૌહાણ સહિતના 300 અજાણ્યા માણસોના ટોળાએ ગે2કાયદે મંડળી રચી કારમાં તોડફોડ કરી રૂા.20 હજારનુ નુકશાન કર્યાના ગુનામાં અદાલતે તમામને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ શહેના કાર અને બાઈક વચ્ચે  અકસ્માત થતા પુર્વ કોંગી કોર્પોરેટર વિજયભાઈ ચૌહાણ, જયરાજભાઈ ગગજીભાઈ રાઠોડ, ઉદય જયસુખભાઈ ચાવડા સહિતના 300 અજાણ્યા માણસોના ટોળાએ  કારને ઉધીવાળી તોડફોડ કરી રૂા.20 હજારનુ નુકશાન કર્યું હતું. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી દ્વારા ફરીયાદ લઈ પુરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જે કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે   સાહેદોનો પુરાવો લેવામાં આવેલો પરંતુ સાહેદોએ બનાવ નજરે જોયેલ નથી, ફરીયાદપક્ષને મદદરૂપ થાય તેવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર આવેલો નથી  આરોપી સામે ગુન્હાને સાંકળતો કોઈ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી તેવુ ઠરાવી કોર્ટે  નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ  રાજેશ દલ, નિલેશ શેઠ, શ્યામલ રાઠોડ અને  આકાશ ચૌહાણ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.