Abtak Media Google News

શહેરીજનો સામાન્ય કાગળ પર ફરિયાદ કરશે તો પણ તેનો ઝડપી નિકાલ કરાશે: સ્ટે.ચેરમેન ઉદય કાનગડની ખાતરી

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે સતારૂઢ થયાના એક માસમાં ઉદયભાઈ કાનગડે ફેસબુકના માધ્યમથી કોર્પોરેશનને લગતી મળેલી ૩૭ ફરિયાદોનો ધડાધડ નિકાલ કરી દીધો છે. શહેરીજનો સામાન્ય કાગળ પર પણ ફરિયાદ કરશે તો તેનો ત્વરીત નિકાલ કરવામાં આવશે તેવી જડબેસલાક ખાતરી પણ તેઓએ આપી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, તેઓને છેલ્લા એક માસમાં ફેસબુકના માધ્યમ પર કોર્પોરેશનની લગતી આશરે ૫૦ જેટલી ફરિયાદો મળી હતી જે પૈકી ૩૭ ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

વોર્ડ નં.૧૪માં શ્રમજીવી સોસાયટીમાં ભુગર્ભ ગટરના મેઈન હોલના ઢાંકણા ઉંચા ઉપાડવા, મોચીનગર-૬ અને શીતલ પાર્કમાં ડ્રેનેજ ભરાઈ જવી, વોર્ડ નં.૪માં રોહીદાસપરાના વોંકળાની સફાઈ, વોર્ડ નં.૨માં મારૂતીનગર-૩માં ગંદા પાણીની ફરિયાદ, જય જવાન, જય કિશાન સોસાયટીમાં આવેલી અમરનાથ સોસાયટીમાં દબાણની ફરિયાદ, સદર વોંકળામાં દબાણની ફરિયાદ, કનકનગર વિસ્તારમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી માટે ખુલ્લા પ્લોટમાં દબાણ, ભાભા હોટલ પાસે ડ્રેનેજ લાઈન ભરાઈ જવી, વોર્ડ નં.૧૩માં બેકબોન શોપીંગ સેન્ટર પાસે ગટરના પાણી રસ્તા પર ઠેલાવવાની ફરિયાદ, રેલનગર અંડરબ્રીજમાં લાઈટ બંધની ફરિયાદ, વોર્ડ નં.૧માં સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રાધીકા પાર્કમાં ભુગર્ભ ગટરની ફરિયાદ, કુંભારવાડા મેઈન રોડ પર ભુગર્ભ ગટર છલકાવવાની ફરિયાદ, વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી કવાર્ટર નં.૧૬, બ્લોક નં.૧૩ની ભુગર્ભ ગટરના પાણી ઘરમાં આવવાની ફરિયાદ, ત્રિકોણબાગ ચોકમાં ફુટપાથ પર બાંધકામના રબીસની ફરિયાદ.

સોરઠીયાવાડી પ્લોટમાં બાલમંદિર પાસે વોંકળાની સફાઈ અંગે ફરિયાદ, વોર્ડ નં.૭માં કરણપરા-૨૫માં વરસાદી પાણી ભરાવાની ફરિયાદ, બેડીનાકે વિજયકુંવરબા ગાર્ડનમાં આવારા તત્વો દ્વારા થતી હેરાનગતિની ફરિયાદ, વિદ્યાનગર મેઈન રોડ, રામકૃષ્ણનગર-૫માં ક્ધયા છાત્રાલય પાસે ડ્રેનેજનું પાણી ફેલાવવાની ફરિયાદ, ગુંદાવાડી ૬ થી ૯માં ડ્રેનેજ પાણી ઠેલાવવાની ફરિયાદ, કેનાલ રોડ પર કાપડમાર્કેટ પાસે ભુગર્ભ ગટરની કુંડીમાં નવું ઢાંકણુ મુકવા ફરિયાદ, વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડીમાં ડ્રેનેજ ઉભરાવવાની ફરિયાદ, વોર્ડ નં.૨માં પેવિંગ બ્લોક મુકવાની, વોર્ડ નં.૮માં પ્રદુષિત પાણી અને પેવીંગ બ્લોક તુટી ગયાની, વોર્ડ નં.૧૪ની ન્યુ બાપુનગર ખડપીઠ સામે ડ્રેનેજ મેઈન્ટેન્સની, વોર્ડ નં.૭માં મહાકાળી મંદિર રોડના ડ્રેનેજના ઢાંકણા ઉચા ઉપાડવાની.

વોર્ડ નં.૪ તિરૂપતિ સોસાયટી-૩ પુરા ફોર્સથી પાણી ન આવવાની, યાજ્ઞિક રોડ પર વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે ભુગર્ભ ગટર છલકાવવાની, પેડક રોડ પર દુર્ગા હોટલ સામે બગીચા પાસે દબાણની, વોર્ડ નં.૭ કરણપરા ૩૧/૩૫માં વરસાદી પાણી ભરાવવાની, વોર્ડ નં.૧૦ અમીપાર્ક બંધ શેરીમાં ડ્રેનેજ ભરાવવાની, કોઠારીયા મેઈન રોડ, ખોડીયાર હોલ પાસે કચરાના ઢગલાની, વોર્ડ નં.૧૮ હાપલીયા પાર્કમાં ટેકસના બિલ ન મળ્યાની, પેડક રોડ મા‚તિનગર-૧માં બંધ શેરીમાં દબાણની, ખોડીયારપરા મેઈન રોડ, પાવર હાઉસના દિવાલ પાસે કચરાની, વોર્ડ નં.૧૪ વાણીયાવાડી ૧/૭ કોર્નલમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની, વોર્ડ નં.૧૮માં વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૫માં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની વોર્ડ નં.૩માં પોપટપરામાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી જેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. તેઓએ શહેરીજનોને એવો પણ અનુરોધ કર્યો છે કે જો કોઈ સિનિયર સીટીજન કે ઈન્ટરનેટ ન વાપરતા નાગરીકો સામાન્ય કાગળમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોગ કોર્પોરેશનની લગતી ફરિયાદ કરશે તો તેનો ત્વરીત નિકાલ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.