Abtak Media Google News

ઉત્તર ભારતના રાજ્યમાં હિમવર્ષાના પગલે અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બરફ વર્ષાની અસરતળે ગુજરાતમાં પણ દિવાળી પહેલા ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, રાજ્યમાં હજી એકાદ સપ્તાહ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશ. સવારે અને મોડી રાત્રે ઋતુનો અનુભવ થશે. સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થશે. જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે.

યાત્રાધામ કેદારનાથ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી આપવામાં આવી છે. જેના પગલે આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હી તથા રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીનું જોર વધશે. હિમવર્ષાનું આગમન થોડું વહેલું થયું હોવાના કારણે ગુજરાતમાં પણ દિવાળીના તહેવાર પહેલા ઠંડીનો ચમકારો વર્તાય તેવી સંભાવના દેખાય રહી છે. હાલ રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી એકાદ સપ્તાહ બાદ ઠંડીનું જોર ક્રમશ: વધશે. આસો માસના બીજા પખવાડિયામાં ઠંડીનો ચમકારો વર્તાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.