Abtak Media Google News

લોકડાઉનના કપરા કાળમાં સાવ નવરાશની પળોમાં ટીવી કરતાંય મોબાઇલ માણસનો સાચો સાથી બન્યો હતો આ ગેઝેટે કપરા કાળમાં માનવીને દુનિયા સાથે જોડી રાખ્યો, છેલ્લે ઓનલાઇન શિક્ષણ આવતા ટબુકડા બાળ મિત્રો પણ જોડાઇ ગયા, દુર દર્શન પર પ્રસારીત થતી રામાયણ મહાભારત જેવી સિરીયલોએ રેકોર્ડબ્રેક ટી.આર.પી. વધારી દીધી

મનુષ્ય સામાજીક પ્રાણી છે ત્યારે મનુષ્યએ સતત સમાજ સાથે રહીને કામ કરતો હોય છે. મનુષ્ય પ્રાણી હોય, પશુ હોય કે પછી પક્ષી દરેક સાથે નજીકનો નાતો ધરાવે છે. પહેલાના સમયમાં ટેકનોલોજી ન હોતી ત્યારે લોકો પ્રાણી કે પશુ સાથે સમય વિતાવતા હતા જો કે ટેકનોલોજી વધતાની સાથે જ ક્યાંક ને ક્યાંક આ નાતો દૂર થયો અને લોકોનો મોબાઈલ સાથેનો પ્રેમ વધતો ગયો.

મોબાઇલ ક્રાંતિના ફાયદા કે ગેરલાભ, આંખો બગડે, બાળકોને ફોન વાપરવા ન આપવો, નવી પેઢી કર્યા જઇને આકશે જેવી વિવિધ ચિંતા અને ચિંતન કરતા તમામ લોકોએ પણ કોરોના કાળના લોકડાઉનમાં ભરપૂર ઉપયોગ કરીને સમય પસાર કર્યો હતો. સમાચાર કે માહિતીના આદાન પ્રદાન માટે થતા મોબાઇલનો કોરોના મહામારીમાં મનોરંજનગેઝટ તરીકે ઉપયોગ કર્યો. જે કામ પહેલા કોમ્પ્યુટર કરી શકતું હતું તે કામ આજે મોબાઇલ કરી આપે છે. લોકડાઉનના નવરાશસમયે મળેલ મોબાઇલનો સાથ કયારેય નહીં ભૂલાય.

માર્ચથી ઓગસ્ટ ૨૦૨૦નો ગાળો નવરાશનો હતો લોકો ફૂલડે ઘરમાં જ રહેવાથી કંટાળી જતા હતા. તેવા સમયે મોબાઇલના નેટને કારણે વિશ્ર્વ સાથે જોડાયેલો રહ્યો હતો. પહેલા તો લેન્ડલાઇન ફોન એક શ્રીમંતાઇની નિશાની ગણાતો તો આજે શાક વેચવા વાળો પણ સ્માર્ટફોન રાખે છે. રેડિયો, ઘડિયાલ, કેલેન્ડર, મ્યુઝિક પ્લેયર, સીડી, ડીવીડી, કેમેરો બધુ જ આઉટડેટ થયુને એક નાનકડા ખિસ્સામાંસમાતા મોબાઇલે દુનિયાને આંગળી ટેવરે મુકી દીધી.

સ્માર્ટ ફોનની ખરાબ અસર છે એવું નથી તેનો સાચોને જરૂરી ઉપયોગ લાભકર્તા પણ છે. કોરોના મહામારીએ ઘણુ બધુ શિખવી ગયો તેમાં મનોરંજન માટે મોબાઇલનો ઉપયોગ કરતા પણ શીખવી ગયો. સોશ્યિલ મીડિયાના વિશાળ ફલક સાથે પરિવાર-મિત્રોને પળે પળે જોડી રાખ્યાને સાથે દુનિયાના હાલચાલ પણ જાણવા મળ્યા હતા. લોકડાઉનમાં ટીવી સાથે બીજા સાથી તરીકે મોબાઇલે બહું સારી સેવા કરી છે એ ભૂલવું ન જોઇએ.૧૭ જૂન ૧૯૪૬થી ભારે વજન વાળા મોબાઇલથી શરૂ કરીને આજના સાવ હલકા સ્માર્ટ ફોન વચ્ચે શોધ સંશોધન કર્તાઓની દિવસ-રાતની મહેનતના ફળ આજની પેઢી રાખી રહી છે. ૧૯૭૧-૧૯૭૩ને ૧૯૮૧-૧૯૮૭ દરમ્યાન તેમાં ધીમે ધીમે ફેરફારો આવ્યો. આપણા ભારતમાં તો ૧૫ ઓગસ્ટ ૧૯૯૫માં મોબાઇલ યુગ આવ્યો. આજે તો આપણો દેશ વિશ્ર્વ લેવલે મોબાઇલ ઉપયોગમાં ટોપ ૩માં સ્થાન ધરાવે છે. કપરા કાળમાં એક બીજાના સાથ સહકારથી આપણે લોકડાઉન પસાર કરી આજે અનલોક-૫ સુધી પહોંચ્યા છીએ ત્યારે વોટ્સએપ, ફેસબુક, ટવીટ્સ, યુટયુબ જેવી વિવિધ એપ દ્વારા સમય પસાર કરીને દિવસને ટુકા કર્યા હતા. ઓનલાઇન શિક્ષિણ શરૂ થયા બધા ધંધા ઠપ્પ હતા ત્યારે મોબાઇલનો ધંધો ખુલ્યો લોકો ઘરના તમામ સદસ્યો માટે ફોન ખરીદી કર્યા. કારણ છોકરાને ભણવું હોય તેને પણ ફોન જોઇ અને આજે પણ બાળકો ‘ઓનલાઇન’ કલાસ સમયે મમ્મીનો ફોન વાપરતા જોવા મળે છે. દોઢ જીબી તો બપોરે જ ખતમ થઇ જાય. મોટા ભાગના બહેનો નવી નવી વાનગીઓ યોગો તો બાળકો વિવિધ ગેઇમ્સ રમીને ને મોટાઓ, યુવાઓ વેબ સિરીઝ જોઇને ટાઇમ પસાર કર્યો છે. દૂરદર્શન પર રામાયણ, મહાભાર, કિષ્ના જેવી ધારાવાહિક શરૂ કરીને લોકોને મનોરંજન પુરૂ પાડ્યું. દૂર દર્શને સ્થાપના બાદ ચેનલ વોર યુગમાં પ્રથમવાર ટી.આર.પી. નો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.

લોકડાઉનનો મુંઝારો, નવરાશ, વ્યથા આર્થીક મુશ્કેલી વિગેરે ભયંકર હતું એવામાં મોબાઇલ સારો સાથ આપ્યો જે સૌ કોઇએ સ્વીકારવું જ પડશે. કોરોના ના આંકડાઓએ ભારે કરી હતી. સૌ એક બીજાને શેરી કરીને ધ્યાન રાખવાની વણમાગી સલાહ આપતા જોવા મળતા હતા. દુનિયામાં સૌથી  વધુ એઇડ્સના વાપરસને પ્રસિધ્ધી મળી હતી પણ કોરોનાએ તો નાના બાળકને પણ વાયરસ, વેકસીન, માસ્ક, ઓકિસજન લેવલ, હેલ્પલાઇન નંબર, તકેદારીના પગલા, ચિન્હો વિગેરે મોઢે કરાવી દીધુ હતું, બાકી હતું એ એની રીંગટોને પુરૂ કરી દીધું છે. હવે તો રીંગટોન બંધ કરવાનું બધા કહેવા લાગ્યા છે.

નવરાશમાં સોશિયલ મિડિયામાં વિવિધ કિએશન પણ જોવા મળ્યા હતા. એસ.એમ.એસ.નો અર્થ સેનેટાઇઝર, માસ્કને સોશ્યલ ડીસ્ટન્સ જેવું જોડીને પ્રચલિત થયું તો કેટલાક કલાકારોએ ‘ભાગ કોરોના’ ભાગ જેવા ગીતો બનાવ્યા. ઓનલાઇન જુમ મીટીંગથી પરિવારો દૂર હોવા છતા પાસે ‘મોબાઇલ’ને કારણે જ રહ્યા. થાળી વગાડવાના વિડિયા તો દુનિયાભરમાં શેર વાયરલ થતાં વિદેશી લોકો પણ તેના દેશમાં કરવા લાગ્યા. મોબાઇલને જ કારણે ‘વુહાન’ દુનિયાભરમાં પ્રસિધ્ધ થઇ ગયું.લોકડાઉનમાં લોકોએ મોબાઇલનું પોતાના શરીર કરતાંય વિશેષ ધ્યાન રાખ્યું કારણ કે જો બગડે તો રીપેરીંગ કોણ કરે, બધુ જ બંધ હતું. એકલા અટલા કોરોન્ટાઇનનાં ૧૪ દિવસમાં મોબાઇલ ભરપૂર સાથ આપ્યોને માણસો જીવી ગયા. દુનિયાભરના વિજ્ઞાનિકો દવા શોધવામાં મંડી પડયા હતા ત્યારે આપણા મોબાઇલમાં તેનો ઉપાયો, દવા, આમ કરો ને તેમ ન કરો એવું આવ્યા જ કરતું હતું. કેટલાક તો એવા બી ગયા હતા કે જયારે હાથ ધોવે ત્યારે મોબાઇલ પણ સાફ કરે. ૯૯.૯૯ ટકા લોકોને કોરોના વાયરસનું ચિત્ર દોરતા આવડી ગયું છે.

કોવિડ હોસ્પિટલમાં એડમિટ થયેલા સાથે વિડિયો કોલના માધ્યમથી લાઇવ વાત કરીને મોબાઇલે આપણી કદીના ભૂલી શકાય તેવી મદદ કરી છે. કોરોના સામે જંગ જીતીને સાજા થઇ ગયેલા તેના અનુભવ વિડિયો બનાવીને મુકતા બધા લોકો જોતા થઇ ગયા. કોરોના વોરીયર આપણા સાચા સાથી હતા તેમ મોબાઇલ પણ ‘લોકડાઉન’ના નવરાધુપ સમયે એક સાચા મિત્ર તરીકે આપણી કે તમારી કે સૌની સાથે ઉભો રહ્યો છે એમા કોઇ બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.