Abtak Media Google News

સોડાનું નામ પડતા જૂની પેઢીના લોકોને ઠેરીવાળી સોડા નજરે ચડવા લાગે છે. આપણે આપણા નાનપણના સમયમાં ચાલ્યા જાય છી જેમાં સળીવાળા ગોલા, શેરીના ખૂણે મળતી ભેળ, ઓલા છરીની ધાર કાઢતા ભાઈ…જે જીવન હતું હળવુફૂલ આજે તો એવા લોકો તમને ભાગ્યે જ જોવા મળશે. હાલના આધુનિક અને ઝડપી સમયમાં આ ઠેરીવાળી સોડા અદ્રશ્ય થવા લાગી છે. પરંતુ નોર્મલ ગેસ ધરાવતી આ ઠેરીવાળી સોડાઓનો એક આગવો ચાહક વર્ગ છે.

Advertisement

ઠેરીવાળી સોડામાં ગેસ ભરવાની જેમ આગવી રીત છે તેવી જ રીતે ઠેરીવાળી સોડાને ફોડવાની પણ આગવી રીત છે. ઠેરીવાળી સોડા વેચનારા ખૂબજ ઓછા બચ્યા હોવા છતા તેની આવી બધી વિશેષતાઓને લઈને આજની નવી પેઢીમાં પણ ઠેરીવાળી સોડા પીવાનો ખાસ શોખ જોવા મળે છે.

 

સોડા આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ

Suchita Kamdar દ્વારા રેસીપી લીંબુ મસાલા સોડા (Limbu Masala Soda Recipe In Gujarati) - કૂકપૅડ

 

આયુર્વેદની દ્રષ્ટીએ પણ સારા સ્વાસ્થ્ય માટે સમયાંતરે સોડા પીવી સારી મનાય છે. પેટના સામાન્ય તથા કબજીયાત જેવા દર્દોમાં સોડા અસરકારક મનાય છે. જેથી અમુક જગ્યાઓ પર આયુર્વેદીક મસાલાવાળી સોડા પણ પ્રખ્યાત છે. આવી આયુર્વેદીક સોડામાં લોકોને તેમના પેટના દુ:ખાવાના પ્રમાણ મુજબ મસાલો નાખીને આપવામા આવે છે. આ આયુર્વેદીક સોડા પીધા બાદ લોકોનાં પેટનાદર્દ દૂર થઈ જતા હોવાનો દાવો સોડા વેચનારાઓ દ્વારા કરવામાં આવે છે.

 

બાળકો માટે સોડા અને યુવાનો માટે સોડાનું બદલાતું સ્વરૂપ

Two-Thirds Of Kids Consume At Least One Soft Drink A Day - That Sugar Movement

આપણે જયારે નાના હતા ત્યારે રિફ્રેશમેન્ટ માટે સોડાનું સેવન કરતા હતા જેનાથી આનંદ મળતો હતો ત્યારે હવે યુવાનીમાં સોડાએ જ છે પરંતુ તેનું રૂપ અમુક અંશે બદલાયું છે. આલ્કોહોલનું સેવન તો રાજા-મહારાજના સમયથી જ ચાલ્યું આવે છે પરંતુ જો આલ્કોહોલમાં સોડાને મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે તેની હાર્ડનેસને ઘટાડે છે

સોડાએ લીધું સોફ્ટ ડ્રીંકનું સ્વરૂપ

Soft Drink | Definition, History, Production, &Amp; Health Issues | Britannica

પહેલાના સમયમાં લોકોને ગેસ ભરીને સોડા આપવામાં આવતી હતી પરંતુ અત્યારે તેની જગ્યા સોફ્ટ ડ્રીંકસે લીધી છે. હવે તમને તૈયાર પેકિંગમાં જ સોડા સોફ્ટ ડ્રીંક સ્વરૂપે જ બજારમાં મળી જશે જેમાં તમને અવનવી વેરાયટી પણ જોવા મળશે.

Why Drinking Soda Can Keep You Up At Night | Sleep Foundation

કબીલાવાળી સોડામાં બોટલ બદલવાની કડાકૂટ પહેલા વિક્રેતાને રહેતી ત્યારે સમયાંતરે ફાઉન્ટન સોડાના મશીન બજારમા આવવા લાગ્યા છે. આવા ફાઉન્ટન સોડા મશીનમાં સાદી સોડાથી માંડીને વિવિધ ફલેવરની સોડા એક મશીનમાં બને છે. જેથી ઠંડા પીણા વેચનારા લોકોમાં આવા ફાઉન્ટન સોડા મશીનો લોકપ્રિય થવા લાગ્યા છે.

રંગીલા ગણાતા ગુજરાતવાસીઓએ બારે માસ સોડા, લીંબુ સોડા વગેરે જેવા પીણાઓને પાચક પીણા તરીકે દાયકાઓથી પીતા આવ્યા છે જેથી સોડા સહિતના ઠંડાપીણાની માંગ બારેમાસ જોવા મળે છે. એક સોડા લોકોમાં એનર્જી અને રિફ્રેશમેન્ટ આપી શકે છે. સમય જતા સોડાના પ્રકાર બદલાયા છે તેના સ્વરૂપ બદલાયા છે પરંતુ આજે પણ સોડાનું સ્થાન લોકોના દિલમાં એ જ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.