Abtak Media Google News

સોમાની પડતર માંગણીને સત્ત્વરે નિકાલ કરવાની કરાઈ રજુઆત

મોદી સરકારની કેબિનેટની રચના બાદ સૌરાષ્ટ્ર ઓઈલ મીલર એસોસીએશનનાં પ્રમુખ સમીરભાઈ શાહે નવનિયુકત ખેતમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાજયકક્ષાનાં ખેતમંત્રી પરસોતમ ‚પાલાને શુભેચ્છા પાઠવી છે. તેઓએ સોમા દ્વારા જે માંગણીઓ પહેલા કરવામાં આવી હતી અને તેનાં નિકાલ થતા તેઓએ નવનિયુકત ખેતમંત્રીઓને શુભેચ્છા પાઠવતાં તેની પડતર માંગણીઓને પણ યોગ્ય ન્યાય મળે તે અંગે માંગણી કરી હતી.

Advertisement

સમીરભાઈ શાહે જણાવતાં કહ્યું હતું કે, સોમા દ્વારા જે ‘પીનટ પ્રમોશન કાઉન્સીલ’નું ગઠન કરવાની જે વાત પેન્ડીંગ રહી છે તેને નજીકનાં દિવસોમાં પૂર્ણ કરવામાં આવે જે અંગે અનેકવિધ પ્રકારની બેઠકો આ મુદ્દે યોજાઈ પણ ગયેલી છે પરંતુ ચુંટણીની તારીખો નજીક આવતા અને આચારસંહિતા અમલી બનતા આ મુદ્દો પડતર રહ્યો છે જેથી આ મુદાને લઈ સોમાને પીનટ પ્રમોશન કાઉન્સીલની રચના કરવા માટે મંજુરી આપવામાં આવે તેવી પણ દરખાસ્ત કરવામાં
આવી છે.

સોમાનાં પ્રમુખ સમીરભાઈ શાહે ખેતમંત્રી નરેન્દ્રસિંહ તોમરને લેખીત દરખાસ્ત કરતા જણાવ્યું હતું કે, સોમા જયારે કોઈપણ માંગણી કરી છે ખેડુતલક્ષી યોજનાને અમલી બનાવવા માટે ત્યારે ભારતનાં ખેતમંત્રાલય દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.

ત્યારે આગામી દિવસોમાં જે સોમાની પડતર માંગણી છે કે પીનટ પ્રમોશન કાઉન્સીલનું ગઠન કરવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી ખેત મંત્રાલય દ્વારા કરાય તેવી પણ તેઓએ દરખાસ્ત કરી નવનિયુકત મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી અને ખેત મંત્રાલય દ્વારા જે સોમાને હરહંમેશ મદદ પ્રાપ્ત થઈ છે તે અંગે તેઓએ આભાર પણ વ્યકત કર્યો હતો અને ભરોસો પણ દાખવ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્નું છે કે ખેડુતોની આવક બમણી થાય તે અંગે સોમા હરહંમેશ કાર્યરત અને પ્રયત્નશીલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.