Abtak Media Google News

પ્રમુખ પદ માટે સમીર શાહ, ગોંડલના કિશોર વીરડીયા મેદાને

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસિએશનની ચૂંટણીમાં કારોબારી બિનહરીફ થઈ છે.જયારે પ્રમુખ પદ માટે સોમાના તત્કાલીન પ્રમુખ સમીર શાહ અને ગોંડલના કિશોરભાઈ વીરડીયા વચ્ચે જંગ ખેલાશે ચૂંટણીનું પરિણામ ૨૧ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

Advertisement

સોમાની કારોબારીની ૨૩ બેઠક છે એ તમામ બેઠકો બિનહરીફ થઈ છે. પ્રમુખ પદના દાવેદાર સમીરભાઈ શાહના મતદારયાદીમાં નામ મામલો અદાલતમાં ગયો હતો. અદાલતે સમીર શાહને ચૂંટણી લડવા શરતી છૂટ આપી છે. ચૂંટણી બાદ પરિણામ અનામત રાખવામાં આવનાર છે.

હાલ સમગ્ર રાજયમાં કોરોનાની સ્થિતિને કારણે જાહેર કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ હોવાથી આ વખતે સોમાના સભ્યોને જામનગર કચેરીએ બેલેટ પોસ્ટલમાં મોકલી ચૂંટણી યોજવામાં આવી રહી છે. બેલેટ પત્રકો તા.૨૦ સપ્ટે. સુધીમાં સોમા કચેરીએ પહોચાડવાના છે. કચેરીએ તા.૨૧ના સવારે ૧૧ કલાકે પહોચેલા મતપત્રકોની ગણત્રી કરાશે અને પરિણામ જાહેર થશે.

કારોબારીનવી તમામ બેઠકો બિનહરીફથઈ છે. જયારે પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ સમીર શાહ અને ગોંડલના કિશોરભાઈ વીરડીયા વચ્ચે જંગ છે. સોમાના ૧૩૦ સભ્યો મતદાન કરી શકશે.ચૂંટણીનું પરિણામ તા.૨૧ના રોજ જાહેર થશે સમીર શાહના મતાધિકાર અંગેનો કેસ હાઈકોર્ટમાં હતો. કોર્ટે સમીર શાહને શરતી મંજૂરી આપી છે. જો તેમાં જીતશે તો પરિણામ જાહેર નહી કરાય અને ચેરીટી કમિશ્નરના નિર્ણયના આધારે જાહેર થશે.

સોમા પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતુ કે કારોબારી બિનહરીફ થઈ છે. પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. સમાધાન માટે મારી પાસે કોઈ આવ્યું નથી.

દરમિયાન પ્રમુખ પદના હરીફ ઉમેદવાર ગોંડલના કિશોરભાઈ વીરડીયાએ જણાવ્યું હતુ કે લાંબા સમય પછી સોમાની ચૂંટણી પારદર્શક થઈ રહી છે. અમે આ વખતે સોમાના તમામ સભ્યોને ચૂંટણીથી સંતોષ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.