Abtak Media Google News

TRP ગેમઝોન અગ્નિકાંડ :Whatsapp Image 2024 05 26 At 12.52.27 40B6440D

તારીખ 25/05/2024ના રોજ ટીઆરપી ગેમઝોનમા આગ લાગી હતી. આગ ઘટનામાં 24 લોકો તેમજ 12 બાળકોના કરૂણ મોત થયા હતા. રાજકોટના ગેમ ઝોનમાં ફાયર વિભાગે મંજૂરી ન આપી હોવાની તેમજ ફાયર NOC મામલે કોર્ટના હુકમનું પાલન ન થયું હોવાની રજૂઆત. રવિવારે રજાના દિવસે સૂઓમોટો લઇ હાઇકોર્ટની ખાસ બેંચે રાજકોટ,અમદાવાદ, સુરત અને બરોડા કોર્પોરેશન અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સુરતનો તક્ષશિલાકાંડ :Whatsapp Image 2024 05 26 At 12.51.54 79Ad171F

ગુજરાતના સુરતના સરથાણા વિસ્તારમાં કોચિંગ સેન્ટરમાં તારીખ 24/05/2019 ના રોજ આગ લાગવાથી ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. અને ઘણા લોકો ઘાયલ થયા છે. કોચિંગ સેન્ટર તક્ષશિલા કોમ્પ્લેક્સના ત્રીજા અને ચોથા માળે આવેલું હતું. ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, મોટે ભાગે કિશોરો, “ગૂંગળામણને કારણે અથવા સંકુલમાંથી કૂદવાને કારણે મૃત્યુ પામ્યા હતા.”

મોરબીનો પુલ કાંડ :Whatsapp Image 2024 05 26 At 12.54.55 Fb166E96

તારીખ 30/10/2022ના રોજ બનાવ મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. અંદાજે 135 લોકોના મોત થયા હતા.અને ૧૮૦થી વધુને બચાવી લેવામાં આવ્યા હતા, રિપોર્ટમાં બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી.

બરોડાનો હરણી બોટકાંડ : Whatsapp Image 2024 05 26 At 12.56.36 4D21671B

તારીખ 18/01/2024ના રોજ બરોડામાં હરણી બોટકાંડનો બનાવ બન્યો હતો. બોટકાંડમાં સાતથી 12 વર્ષની વયના 12 બાળકોના મોત થયા હતા બે શિક્ષકો મળી કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બોટ 14 મુસાફરોની ક્ષમતા કરતાં વધુ ભરેલી હોવાના કારણે આવી ઘટના બની હતી.

બનાસકાંઠા બાળકોની હોસ્પિટલમાં આગ : Five Pieces Of Evidence That 'Prove' Hospital Explosion Was Caused By Gaza Rocket… From Blast Pattern To Chilling Audio | The Sun

તારીખ 15/04/2023ના રોજ બનાસકાંઠામા બાળકોની હોસ્પીટલમાં આગ લાગવાનો  બનાવ બન્યો હતો. હોસ્પિટલના NICUમાં વિભાગમાં આગ લાગી હતી. ઘટનામાં એકનું મોત, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે અન્ય ત્રણ – એક બાળક અને બે પુખ્ત વયના લોકોને બચાવી,  તેમને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.