Abtak Media Google News

સોમનાથ: સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો

રોજ ગીર-સોમનાથ ના વડા મથકે આવેલ સિવિલ હોસ્પિટલની જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ તેમજ કોંગ્રેસ આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને સિવિલ હોસ્પિટલ ના જવાબદાર અધિકારી ઓ સાથે મુલાકાત કરીને હોસ્પિટલની ફરિયાદો, સગવડતા વિશે ચર્ચા કરી હતી અને ડોક્ટરો તથા હોસ્પિટલના તમામ સ્ટાફને તેના કામ બદલ બિરદાવ્યા અને આગામી દિવસોમાં હોસ્પિટલમાં કઈ પણ ઘટે તો સરકારને રજુવાત કરવાની પણ પહેલ ભગાભાઈએ દર્શાવી હતી. ખાસ તો કોરોના પોઝિટિવ હોય અને ડાયાલીસીસ ની જરૂરત ધરાવતા દર્દીઓ માટે રજૂઆત કરી હતી.સિવિલ હોસ્પિટલ માં તાત્કાલિક ધોરણે સગવડતા મા વધારો થવો જોઈએ અને દર્દીઓને થતી હાલાકી દૂર થવી જોઈએ ખાસ તો જે કોરોનાના દર્દીને જમવામાં શુ આપી રહીયા છે એ પણ ચેક કરેલ.આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા, સામાજીક કાર્યકર બકુલ ભાઈ પટેલ, ઉપપ્રમુખ યજ્ઞેશ  સિરોદરિયા, મહામંત્રી દિપક ભાઈ દોરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન ભાઈ બારડ, ભરત ચારિયા સહીતના કાર્યકર્તા ઓ હાજર રહેલ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.