Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ ગોઠવાયેલી વ્યવસ્થાથી ભાવિકો બન્યા ભાવ વિભોર: શ્રાવણ માસ નિમિતે ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને મંત્રી પૂર્ણેશ મોદીએ સોમનાથ મહાદેવને શિશ જુકાવ્યું

હિન્દુ ધર્મમાં મહાવેદનો મહિમા અનેરો છે. અને તેમા શ્રાવણ માસ એટલે શિવ ભક્ત દ્વારા દેવાધી દેવ મહાદેવને રિઝવવા પૂજા, અર્ચના અને લઘુ રૂદ્રી સહિતની આરાધના કરવામાં આવે છે ત્યારે બાર જ્યોતિલીંગમાં પ્રથમ જ્યોતિલીંગ ગણાતા અરબી સમુદ્રના કાંઠે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે લાખોની સંખ્યામાં દર્શનાથીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

01 6

દર્શનાર્થીઓને સરળતાથી દર્શન કરી શકે અને શ્રાવણ માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિક વ્યવસ્થા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના સિધા માર્ગ દર્શન હેઠળ ગોઠવવામાં આવી હોવાથી વીવીઆઇપી સહિતના લાખો દર્શનાર્થીઓ સરળતાથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકયા હતા.

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના ધર્શન માટે ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી પૂર્ણેશ મોદી સહિતના આગેવાનો આવ્યા હતા. બાર જ્યોતિલીંગમાં પ્રથમ જ્યોતિ લીંગ સોમનાથ દાદાના દર્શન માટે નેશનલ અખબારના પ્રતિનિધિઓ દ્વારા પણ કવરેજ માટે આવ્યા હતા.

દર્શનાર્થીઓના વાહન દુર પાર્ક કરાવવામાં આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા 3 થી 4 જેટલી ઇલેકટ્રીક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરમાં પ્રવેશ માટે લાઇ ડીટેકટર ત્રણ ગેઇટ બનાવવામાં આવ્યા હતા તેમજ સૌ પ્રથમ વખત દર્શન કરી બહાર નીકળવા માટેનો અલગ ગેઇટ બનાવવામાં આવ્યો હોવાતી લાખોની સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો સરળતાથી મહાદેવના દર્શન કરી શકયા હતા.

શ્રાવણ માસ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરિયા કિનારે ઘોડેશ્ર્વાર પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ, મંદિર પરિષરમાં 80 પોલીસ સ્ટાફ, એક કંપની એસઆરપી, 100 જીઆરડી જવાનો દ્વારા બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરમાં દર્શન માટે કોઇ વીવીઆઇપી ગેઇટ બનાવવામાં આવ્યો ન હતો. વરસાદના કારણે ભાવિકોને અગવડ ન થાય તે માટે ડ્રોમ બનાવવામાં આવ્યા હતા. તેમજ મંદિર પરિષરમાં ભાવીકો મંત્ર અને જાપ કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું ડીવાય.એસ.પી. મહોબતસિંહ પરમાર દ્વારા સંભાળવવામાં આવ્યું છે.

ભકતો ઘરે બેઠા  સોમનાથ મહાદેવની ઇ-પૂજા કરી શકે તેવી વ્યવસ્થા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોશ્યલ મીડિયાનો ભક્તિ કાર્યમાં બહુપરિમાણવીય ઉપયોગ કરવામાં આવે છે. ભક્તોને ઘરે બેઠા દર્શન થઈ શકે એટલું જ નહીં પરંતુ વિશ્વના કોઈપણ ખૂણેથી ભક્તો સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અને સંકલ્પ કરી શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઈ-પૂજા નો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. ઝૂમ એપ ના માધ્યમથી અનેક ભક્તો સોમનાથ મહાદેવની પૂજા અને સંકલ્પ ઘરે બેઠા કરી રહ્યા છે. જેની અંદર સોમનાથ ટ્રસ્ટની ચોકસાઈ પૂર્વકની સેવા ને દેશ વિદેશના ભક્તો બિરદાવે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી સહિતના અનેક મહાનુભાવો દ્વારા પણ સોમનાથની ઈ-પૂજાનો લાભ લેવામાં આવ્યો છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન ફ્રોમ હોમ

ભકતો ને ઘરે બેઠા એમના સોશિયલ મીડિયા એપ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ ના માધ્યમથી સોમનાથ મહાદેવના પ્રાત:,મધ્યાહ્ન,અને સાયમ શૃંગારના દર્શન નિયમિત રીતે મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે ભક્તોનો અદભુત સત્કાર મળ્યો અને ભક્તોએ પ્રભાસ તીર્થના અન્ય દેવસ્થાનો ના દર્શન અપલોડ કરવા પણ અનુરોધ કરાતા ટ્રસ્ટ દ્વારા શ્રી રામ મંદિર, ભાલકા મંદિર,ગોલોક ધામ ના દર્શન પણ નિયમિત રૂપે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે.

કોરોના કાળમાં જ્યારે પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર દેશમાં લોકડાઉન થયું ત્યારે કરોડો ભક્તોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કરાવીને ટ્રસ્ટ દ્વારા સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફેસબુક,યુટ્યુબ,ઈન્સ્ટાગ્રામ,ટ્વીટર, સહિત 7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ટ્રસ્ટની વેબસાઇટ ૂૂૂ.તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ પર આ દર્શન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગની રિલ્સ વીડિયો એક કરોડથી વધુ ભાવિકો સુધી પહોંચી છે. જે એક વિક્રમ જનક સિદ્ધિ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.