Abtak Media Google News

સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને ફૂલો તથા સુકામેવાનો અદ્વિતિય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ શ્રૃંગારની ઝાંખી મેળવી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.3 86૧૨ જયોતિલીંગ પૈકીની પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે. તેવામાં શ્રાવણ માસ નિમિતે ભાવિકોનું મહેરામણ ઉમટે છે. લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિતે મહાદેવને અલૌકીક શ્રૃંગારથી સજાવવામાં આવે છે.2 114આ શ્રૃંગારની ઝાંખીના દર્શન કરી દરરોજ ભાવિકો ધન્યતા અનુભવે છે. તેવામાં ગઈકાલના રોજ સોમનાથ મહાદેવને ફૂલો અને સુકામેવાનાં શ્રૃંગારથી શણગારવામાં આવ્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.