Abtak Media Google News

કેશોદની સેવાકીય પ્રવૃતિ કરતી સુવિધા મંડળ દ્વારા એકી ધોરણ અગીયારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણનો કાર્યક્રમ રામેશ્વર મહાદેવ મંદિર મુકામે રાખવામાં આવેલ હતો જેમાં સાંઇઠ વિર્દ્યાીઓને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુવિધા મહિલા મંડળ દ્વારા દર વર્ષે ધાર્મિક તહેવારો નિમિતે પણ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે હાલમાં યોજાયેલ ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થી ઓ વાલીઓ તથા સુવિધા મહિલા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા જેમાં વિદ્યાર્થી ઓ અને વાલીઓ દ્વારા શિક્ષણ પ્રત્યે અભિપ્રાયો રજૂ કર્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.