આજે ચારણ આઇ જગદંબા ર્માં સોનલના ગુણાનુવાદનો ગુંજારવ

પોષ સુદ-ર માં આઈ સોનલમાંનો પ્રાગટય દિવસ: ‘સોનલબીજ’

આજે ‘સોનલબીજ’ સ્પે. એપીસોડમાં કલાકાર પ્રતાપદાન ગઢવીના કંઠે માની આરાધના

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિપ્રિય કાર્યક્રમ ’ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને વધુને વધુ લોકો માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ હમેશા પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઇએ’ આજના આ કાર્યક્રમમાં પ્રસિઘ્ધ કલાકાર પ્રતાપદાન ગઢવીના કંઠે માના ગુણગાન કરતો ‘સોનલ બીજ’ સ્પે. એપિસોડ રજુ થશે. આજે મઢળાવાળી માં સોનલ આઇ નો પ્રાગટવ  દિવસ હોય ચારણોનું નવુઁ વર્ષ કહેવામાં આવે છે.

પોષ સુદ બીજ સુકલ સખદાઇ, ચારણ ગૃહે અંબા આઇ, માં સોનલ આઇનો પ્રાગટય દિવસ સૌરાષ્ટ્ર, ગુજરાત દેશ અને વિદેશમાં વસતા ચરણો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. મઢડામાં આવેલ ‘સોનલ ધામ’ ખાતે સોનલબીજ એટલે કે સોનલ આઇના પ્રાગટય દિવસે માનવ મહેરામણનો મેળો ભરાય છે. કલીકાલમાં પણ માના પરચા અપરંપાર છે આજે મા સોનલ આઇની લોકસાહિત્યની વાતો, ભજનો,  ચરજો વગેરે રજુ કરશે., કલાકાર પ્રતાપદાન ગઢવી ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’

કલાકારો

  • કલાકાર: પ્રતાપદાન ગઢવી
  • એન્કર: યોગીત બાબરીયા
  • તબલા: મહેશ ત્રિવેદી
  • પેડ: કેયુર બુઘ્ધદેવ
  • કીબોર્ડ:પ્રશાંત સરપદડિયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...