Abtak Media Google News

મૂળ જામનગરના સોનિયાબેન ગોકાણી સીબીઆઈ કોર્ટ, એન્ટી ટેરરિસ્ટ લો અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં જજ તરીકે આપી ચુક્યા છે સેવા

ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીની પસંદગી થઇ છે. ગુજરાતના મૂળ જામનગર જન્મેલા સોનિયા બેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે હવે સેવા આપશે, તેઓ સીબીઆઈની ખાસ કોર્ટમાં જજ, ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ સહીત એન્ટી ટેરરિસ્ટ લો અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં જજ તરીકે સેવા આપી ચુક્યા છે. જોકે આગમી ૨૪મી ફેબ્રુઆરીએ તેઓ પણ વય મર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે

Advertisement

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીની પસંદગી કરવામાં આવી છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અનેક એવા ચૂકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. ત્યારે આગામી ૨૪મી ફેબ્રુઆરી સુધી જ એટલે ૧૫ દિવસ સુધી જ તેઓ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે, સોનિયાબેન ગોકાણી પણ આગમી ૨૪મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા સોનિયા ગોકાણીનું નામ સરકારમાં પ્રાસ્તાવિત કરાયું હતું. જેને હવે સર્વાનુમતે મંજુરી આપવામાં આવી છે. તેમનો જન્મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો. તેઓએ માઈક્રોબાયોલોજી સાથે બીએસસી કર્યું છે. ત્યાર બાદ એલએલબી અને એલએલએમ કર્યું હતું. તેઓ કેપી શાહ લો કોલેજ જામનગરમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે સેવા આપી ચુક્યા છે.

આ ઉપરાંત કન્ઝ્યુમર કોર્ટમાં પણ પાંચ વર્ષ સુધી તેઓ સભ્ય રહી ચુક્યા છે.અમદાવાદ સિટી સિવિક અને સેશન્સ કોર્ટમાં તેઓ ૧૯૯૫માં જજ તરીકે નિમણુંક પામ્યા હતા. ત્યાર બાદ તેઓ ૨૦૦૩ થી ૨૦૦૮માં એન્ટી ટેરરિસ્ટ લો અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં પણ જજ રહ્યા હતા, સીબીઆઈની ખાસ કોર્ટમાં પણ જજ રહી ચુક્યા છે. ૨૦૦૮માં તેઓ ગુજરાત હાઇકોર્ટમાં રજીસ્ટ્રાર બન્યા હતા. ૨૦૧૧ની ૧૭ ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૮માં તેઓ પરમેનેન્ટ જજ બન્યા હતા. ત્યારે હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે.

સોનિયાબેન ગોકાણી બન્યા હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ

ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીની પસંદગી કરવામાં આવી છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અનેક એવા ચૂકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. ત્યારે આગામી ૨૪મી ફેબ્રુઆરી સુધી જ એટલે ૧૫ દિવસ સુધી જ તેઓ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે, સોનિયાબેન ગોકાણી પણ આગમી ૨૪મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.