Abtak Media Google News

કુલ 93 ફરિયાદો નોંધાઈ: 176 શખ્સોંની ધરપકડ, 2300 વિડીયો સર્વેલન્સ પર મુકાયા

હરિયાણામાં હિંસાના આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 5 જિલ્લામાં 93 એફઆઈઆર નોંધાઈ છે. 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એકલા નૂહમાં 46 એફઆઈઆર નોંધાઈ છે. સોમવારે નૂહમાં નિકળેલા સરઘસ પર પથ્થરમારો થયા બાદ જ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ સિવાય નુહના એસપી વરુણ સિંગલાની પણ બદલી કરવામાં આવી છે. શોભાયાત્રા પહેલા વરુણ સિંગલા રજા પર ઉતરી ગયા હતા. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજરનિયા નવા એસપી બનશે. બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

Advertisement

પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.નુહ પોલીસે તણાવ ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે 7 એફઆઈઅરે નોંધી છે. આમાંથી ત્રણ શાહેદ, આદિલ ખાન મન્નાકા અને શાયર ગુરુ ઘંટાલ નામના યુઝર્સ પર કરવામાં આવ્યા છે. એફઆઈઆર મુજબ શાહિદ નામના યુઝરે 5 પોસ્ટ કરી હતી.

જ્યારે એક આદિલ અને દો શાયર ગુરુ ઘંટાલ દ્વારા કરવામાં આવ્યા હતા, પોલીસ માને છે કે તેણે હિંસા ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને કલમ-153, 153એ, 295એ, 298, 504, 109 અને 292 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. જોકે, પોલીસે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે શાયર ગુરુ ઘંટાલ નામનું એકાઉન્ટ કોણ ચલાવતું હતું. પોલીસ આવા લગભગ 2300 વીડિયોની તપાસ કરી રહી છે, જે હિંસા ફેલાવવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

હરિયાણા સરકારના ગૃહના અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે લોકોને ખાતરી આપી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા પ્રવૃતિઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર પર્યાપ્ત દળો સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે રાજ્યભરમાં અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત છે.હરિયાણાના મેવાત-નુહમાં 31મી જુલાઈએ બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો.

થોડા જ સમયમાં તે બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બદમાશોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી હિંસાની આગ નૂહથી ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ. નૂહ હિંસામાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.