Abtak Media Google News

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત કારતૂસ કેસમાં શુક્રવારે સજાનું એલાન કર્યું છે. રામપુર કારતૂસ કેસમાં 24 આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તમામ દોષિતોને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક દિવસ પહેલા જ તમામ આરોપીઓને કલમ 413, 409, 120બી હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે, મામલામાં માઓવાદીઓને હથિયાર-કારતુસ પહોંચાડવાના ગુન્હામાં બે સીઆરપીએફના જવાનો પણ શામેલ હતા.

18 પોલીસકર્મીઓ, 2 સીઆરપીએફ જવાન અને પાંચ નાગરિકોની સંડોવણી મામલે અદાલતનો મોટો ચુકાદો

પ્રાપ્ત વિગત અનુસાર રામપુરમાં 10 એપ્રિલ, 2010ના રોજ એસટીએફ ટીમે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના જ્વાલા નગરમાં રેલ્વે ક્રોસિંગ નજીક બે સીઆરપીએફ કોન્સ્ટેબલની ધરપકડ કરી અને કારતૂસના કેસનો પર્દાફાશ કર્યો હતો. તેમની પાસેથી કારતુસનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેના આધારે અનેક જિલ્લાઓમાં ફેલાયેલા આ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેમાં અલગ અલગ સ્થળો પરથી કુલ 24 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આ તમામ શખ્સો પર નક્સલવાદીઓને કારતુસ સપ્લાય કરવાનો આરોપ હતો, જેનો ઉપયોગ દંતેવાડા હુમલામાં કરવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા બે કોન્સ્ટેબલના આધારે અલ્હાબાદ પીએસીના એક નિવૃત્ત નિરીક્ષક, મુરાદાબાદ પીટીસીના એક બખ્તરર અને પોલીસ અને પીએસીના આર્મર સહિત 25 લોકોની બસ્તી, ગોંડા, બનારસ સહિત ઘણા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 20 પોલીસકર્મીઓ અને સીઆરપીએફના જવાનોનો સમાવેશ થાય છે. જ્યારે પાંચ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાંથી એક નિવૃત્ત પીએસી કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. આ આરોપીઓ પર દંતેવાડા અને અન્ય સ્થળોના નક્સલવાદીઓને કારતુસ સપ્લાય કરવાનો આરોપ હતો. આ મામલો ખૂબ જ ગંભીર હતો અને આ અંતર્ગત આરોપીઓ સામે કડક સજાની જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.