Abtak Media Google News

મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, વડોદરા, ભરૂચથી ટ્રેનમાં બેસી શકશે: ડીઆરએમ પી.બી.નીનાવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ

સરદાર પટેલની પ્રતિમાના કાલે લોકાર્પણ પ્રસંગે ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિ.દ્વારા મુસાફરો માટે સ્પેશ્યલ યુનિટી એકસપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થશે જે દક્ષિણ ભારતમાં દોડશે.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યૂનિટી)ના ઉદઘાટન સમારંભ નિમિત્તે આઈઆરસીટીસી એક વિશેષ પ્રવાસી ટ્રેન યુનિટી એકસપ્રેસ ટ્રેન તા.૩૧.૧૦ના રોજ રામેશ્વર, મદુરાઈ, ક્ધયાકુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, શિરડી અને શનિ શિંગડાપુર (૧૧ રાત્રી/૧૨ દિવસ) ચલાવી રહી છે. મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને કલ્યાણથી ટ્રેનમાં બેસી શકે છે.

આ ટુર પેકેજમાં રેલ યાત્રા, ભોજન, સાઈટ સીન, પરિવહન,ટુર એસ્કોર્ટને રાત્રી રોકાણ માટે કોમન હોલની સગવડ સામેલ છે.અત્યાર સુધી ૫૦૦ મુસાફરોએ બુકીંગ કરાવી છે અને બુકીંગ ચાલુ છે. મુસાફરો ઓનલાઈન બુકીંગ WWW.irctctourism.com પર કરાવી શકે છે. અથવા આઈઆરસીટીસીના કાર્યાલયે ૫૦૨, પેલીકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯થી કરાવી શકે છે.

વ્યકિતપીઠ રૂ.૧૩૮૬૦ (૧૧રાત્રી/૧૨ દિવસ) ભાડુ રાખવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમાના ઉદઘાટન પ્રસંગે શરૂ કરાયેલી ખાસ પ્રવાસી ટ્રેનનો મુસાફરો બહોળી સંખ્યામાં લાભ લે તેમાં ડીઆરએમ પી.બી. નીનાવેના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.