Abtak Media Google News
  • મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણીની શરૂઆત ધ્યાનલિંગ ખાતે પંચ ભૂત આરાધના સાથે થશે
  • લિંગ ભૈરવી દેવી મહાયાત્રા, સદગુરૂનું પ્રવચન, ધ્યાન, આદિયોગી દિવ્ય દર્શન નૃત્ય તથા પ્રખ્યાત કલાકારોનું શાનદાર પરફોર્મન્સ સહિત  સાંસ્કૃતિક કાર્યક્રમ રાતભર ચાલશે

તમિલનાડુમાં આદિયોગીના આઇકોનિક ચહેરાની સામે યોજાતી ઈશા મહાશિવરાત્રિ દેશમાં સૌથી વધુ રાહ જોવાતી વાર્ષિક ઇવેન્ટ બની છે, જેને 14 કરોડથી વધુ લોકોએ જોયેલી. આ વર્ષે પણ, આખી રાત ચાલનારી ઉજવણીઓમાં સદ્ગુરુ દ્વારા માર્ગદર્શિત તલ્લીન કરી દે તેવા ધ્યાન, ઉલ્લાસપૂર્ણ સંગીત અને આકર્ષક નૃત્ય પ્રદર્શન જોવા મળશે. આજે  સાંજે 6 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી સદ્ગુરુની યુટ્યુબ ચેનલ્સ અને મુખ્ય મીડિયા નેટવર્ક્સ પર દુનિયાની 22 ભાષાઓમાં ભવ્ય ઉજવણીનું પ્રસારણ કરવામાં આવશે.

Special Presence Of The Vice President In The Isha Maha Shivratri Festival At 'Sadguru'S Ashram'
Special presence of the Vice President in the Isha Maha Shivratri festival at ‘Sadguru’s Ashram’

પ્રખ્યાત કલાકારો સાથેની આ ઇવેન્ટમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ   જગદીપ ધનખડજી હાજર રહેશે. પ્રખ્યાત કલાકારો જેવા કે ગ્રેમી એવોર્ડ વિજેતા શંકર મહાદેવન, ગુરદાસ માન, પવનદીપ રાજન, રથીજીત ભટ્ટાચાર્જી, મહાલિંગમ, મુરાલાલા મારવાડ, તેમજ રેપર જેવા કે બ્રોધા વી, પેરેડોક્સ, એમ સી હિમ, ધ ધારાવી ડ્રિમ પ્રોજેક્ટ અને ફ્રેન્ચ સંગીતકારો, સાઉન્ડ્સ ઓફ ઈશા અને ઈશા સંસ્કૃતિ વગેરેના પરફોર્મન્સ જોવા મળશે.

ગુજરાતના કચ્છ પ્રદેશના પ્રતિષ્ઠિત લોક ગાયક, મૂરલાલ મારવાડ, જેઓ પરંપરાગત લોક અને ભક્તિમય સંગીતની અંતરતમને સ્પર્શે તેવી પ્રસ્તુતિ માટે પ્રખ્યાત છે, આજે  મહાશિવરાત્રિની રાત્રે પરફોર્મ કરશે.

Special Presence Of The Vice President In The Isha Maha Shivratri Festival At 'Sadguru'S Ashram'
Special presence of the Vice President in the Isha Maha Shivratri festival at ‘Sadguru’s Ashram’

એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તારમાંના એક ધારાવીની સમૃદ્ધ સાંસ્કૃતિક શૈલીમાં સ્થાપિત ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટના સભ્યો પણ તેમના રોજિંદા અનુભવોમાંથી પ્રેરણા લઈને, ગરીબી, સામાજિક અસમાનતા અને પોતાની ઓળખની શોધ જેવા મુદ્દાઓને સંબોધિત કરવા તેમનું ઓરીજીનલ હિપ હોપ રજૂ કરશે. તેઓએ સદ્ગુરુની 100 દિવસની માટી બચાવો બાઇક યાત્રા દરમિયાન તેમના માટે લાઇવ પરફોર્મ કર્યું હતું.

સદ્ગુરુ  હાજર અને ઓનલાઇન ભાગ લેનારા દર્શકોને શક્તિશાળી મધ્યરાત્રિ ધ્યાન અને બ્રહ્મ મુહૂર્ત ધ્યાન કરાવશે. સદ્ગુરુ શિવજીની ભવ્ય રાત્રી દરમિયાન કરોડરજ્જુ સીધી રાખવાના મહત્ત્વ વિષે જણાવે છે.

ઉજવણીની શરૂઆત ધ્યાનલિંગ ખાતે પંચ ભૂત આરાધના સાથે થશે, જે તત્ત્વોના શુદ્ધિકરણની એક શક્તિશાળી યોગિક પ્રક્રિયા છે, જેના પછી લિંગ ભૈરવી દેવી મહા યાત્રા, સદ્ગુરુનું પ્રવચન,  ધ્યાન અને શાનદાર આદિયોગી દિવ્ય દર્શન જોવા મળશે. આદિયોગી દિવ્ય દર્શન યોગની શરૂઆતને દર્શાવતો એક શક્તિશાળી લેઝર શો છે.

છેલ્લા થોડા વર્ષોથી, ઈશા મહાશિવરાત્રિની ઉજવણીએ દર વર્ષે સ્ટ્રીમિંગ રેકોર્ડ્સ તોડ્યા છે. 2022 માં, મહાશિવરાત્રિના દર્શકોની સંખ્યા ધ સુપર બોલ અને ગ્રામીઝ બંને કરતા વધુ હતી. 2023 માં, અધધ 14 કરોડ લાઈવ દર્શકો સાથે, ઈશા મહાશિવરાત્રિ વિશ્વભરનો સૌથી મોટો અને સૌથી વધુ જોવાયેલ આધ્યાત્મિક ઉત્સવ બની. ભારતમાં મલ્ટીપ્લેક્સની ચેઇન પીવીઆર આઈનોકસએ ઈશા મહાશિવરાત્રિ સાથે દેશભરમાં સિલેક્ટ કરાયેલ થિએટરમાં પહેલી વાર મોટા પડદે 12-કલાક ચાલનારી ઉજવણી લાઈવ દેખાડવા માટે ભાગીદારી કરી છે, જેને લીધે 2024 માં આ ઉજવણી ખૂબ જ ભવ્ય બનવાની છે. આને વિશ્વભરના સાધકો માટે એક ખરેખર તલ્લીન કરી દે તેવો આધ્યાત્મિક અનુભવ બનાવવા માટે, રૂદ્રાક્ષ દીક્ષા, ઈન ધ ગ્રેસ ઓફ યોગા પ્રોગ્રામ, યક્ષ ઉત્સવ, મહા અન્નદાન અને મહાશિવરાત્રિ અને શિવાંગ સાધના આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.