Abtak Media Google News
Spectacular Views Of The Leonese Meteor Shower In The Sky From Today
Spectacular views of the Leonese meteor shower in the sky from today

નેશનલ ન્યુઝ

Advertisement

દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા.1-2 નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો આજથી તા.30 નવેમ્બર દરમ્યાન લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યા છે. વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજ્યના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે.

‘જાથા’ ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બરના પ્રારંભથી તા.30 દરમ્યાન સિંહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્ભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી 15 થી 40 અને વધુમાં વધુ 100 (એકસો) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. આજથી અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્રબિંદુ સિંહ રાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.

Spectacular Views Of The Leonese Meteor Shower In The Sky From Today
Spectacular views of the Leonese meteor shower in the sky from today

વધુમાં પંડ્યા જણાવે છે કે લીઓનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તારીખ 16/17 નવેમ્બર મધ્યરાત્રિ બાદથી પરોઢ સુધી અવકાશમાં જોવા મળશે. ખગોળપ્રેમીઓ બે દિવસ રાત્રિના ઉલ્કાવર્ષા જોઈ શકશે. આ અદ્ભુત જોવાનો લ્હાવો છે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન 10 થી 12 વખત અને વધુમાં વધુ 15 વખત ઉલ્કાવર્ષા અવકાશમાં જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.