Abtak Media Google News

આતંકી જાહરાન હાશિમે કેરળ અને તામિલનાડુમાં લાંબુ રોકાણ કર્યું હોવાનો કોલ ડેટાના આધારે નેશનલ ઈન્વેસ્ટીગેશને દાવો કર્યો

શ્રીલંકા હુમલાના માસ્ટરમાઇન્ડ જાહરાન હાશિમના કોલ ડેટાથી જાણકારી મળી કે, કેરળ અને તામિલનાડુમાં લાંબા સમયથી સક્રિય હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નું કહેવું છે કે, હાશિમ અંદાજિત ત્રણ મહિના સુધી ભારતમાં હતો. હાશિમ સાથે કનેક્શનના આરોપમાં એનઆઇએના કેરળના પલક્કડથી રિયાઝ અબુબકર ઉર્ફ અબુ દુજાનાની ધરપકડ કરી છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીને રિયાઝના આઇએસ સાથે સંબંધ હોવાની શંકા છે. તે કેરળમાં ફિદાયીન હુમલાની તૈયારીમાં હતો.

એનઆઇએની પૂછપરછમાં રિયાઝે જણાવ્યું કે, તે છેલ્લાં એક વર્ષથી હાશિમ અને ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકના ભાષણ સાંભળી રહ્યો હતો. તે કેરળમાં આત્મઘાતી હુમલાની તૈયારીમાં હતો. ઇન્વેસ્ટિગેશન એજન્સીના આઇજી આલોક મિત્તલ અનુસાર, હુમલા માટે જવાબદાર ગણવામાં આવતી નેશનલ તૌહિથ જમાત (એનટીજે)થી હાશિમ અલગ થઇ ચૂક્યો હતો.

હાશિમે નેશન ઓફ તૌહિથ જમાત નામથી અલગ આતંકી સંગઠન બનાવી લીધું હતું. જેમાં અંદાજિત ૩૫ લોકોને ભરતી કર્યા હતા. એક અંદાજ મુજબ આ જ લોકોએ શ્રીલંકામાં ચર્ચ પર થયેલા હુમલાને અંજામ આપ્યો હતો. તપાસમાં જાણકારી મળી કે, રિયાઝ ફરાર આતંકી અબ્દુલ રાશિદ અબ્દુલ્લાના સંપર્કમાં હતો. તે તેના ઓડિયો સંદેશ સાંભળતો હતો. રિયાઝ આ સંદેશાઓને આગ પણ મોકલતો હતો, જેથી યુવાઓને આતંકવાદના રસ્તે જવા માટે ભડકાવી શકાય. એવું માનવામાં આવી રહ્યું છે કે, અબ્દુલ્લા હાલ અફઘાનિસ્તાનમાં જઇને છૂપાયો છે.

રિયાઝ આ અગાઉ સીરિયામાં રહેતા આતંકી અબ્દુલ કય્યૂમના સંપર્કમાં પણ હતો. કેરળના વલપટ્ટનમ મામલે કય્યૂમ મુખ્ય આરોપી છે. ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રિયાઝના ઘરે ૨૦૧૬માં દરોડા પાડ્યા હતા. કારણ કે, તેણે કેરળના ૨૨ યુવા આઈએસઆઈએસમાં સામેલ થવા માટે અફઘાનિસ્તાન મોકલ્યા હતા.

સૂત્રોના જણાવ્યા ઉસાર, હાશિમની સાથે રિયાઝનો વીડિયો કંઇક આ પ્રકારનો છે, જેમાં આઇએસના છ સંદિગ્ધોના ફોનથી ગત વર્ષે સપ્ટેમ્બરમાં મળી આવ્યો હતો. આ દરમિયાન તેની કોયંબતૂરમાં ધરપકડ કરવામાં આવી હતી. કોયંબતૂર મામલો ગત વર્ષે એનઆઇએને સોંપવામાં આવ્યો હતો.

એજન્સીઓનું કહેવું છે કે, આરોપીઓએ વીડિયોને ડિલીટ કરી દીધો છે. ફોરેન્સિક એક્સપર્ટ્સે તેને ફરીથી મેળવી લીધો હતો. જે પુરાવા મળ્યા તેના વિશે રોને જણાવ્યું હતું, રોએ વીડિયોને મળેલી જાણકારીના આધારે શ્રીલંકાની સુરક્ષા એજન્સીઓને હુમલા અંગે એલર્ટ મોકલ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સીએ કાસરગોડમાં બે અન્ય સંદિગ્ધોના ઘરે પણ દરોડા પાડ્યા હતા. ત્યાંથી હાશિમના વીડિયો ઉપરાંત અનેક ડિજિટલ ડિવાઇસ, મોબાઇલ ફોન, સિમ, મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ, ડાયરિયા, અરબી, મલયાલમમાં હાથથી લખેલા નોટ્સ મળ્યા હતા. ઝાકીર નાઇક અને ઇસ્લામિક ઉપદેશક સૈયદ કુતેબના ડીવીડી પણ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.