Abtak Media Google News

પૂર્વના પ્રબળ સંસ્કારી અને બળવાન ક્ષયોપશમી એવા શ્રીમદૃ્માં લઘુવયી અસાધારણ સ્મરણાક્તિ, કવિત્વાક્તિ, વક્તૃત્વાક્તિ આદિૃ અનેક વિશિષ્ટ શક્તિઓનો આવિર્ભાવ યો હતો. નાનપણી જ શ્રીમદૃ્ને નવું નવું શીખવાની તીવ્ર જિજ્ઞાસા હતી. નવી વિદ્યા દૃીઠી કે લીધી જ છે એવો અભિનવ જ્ઞાનવૃદ્ધિ કરવાનો ઉત્કટ ઉત્સાહ તેમને હતો. તેઓ જે કાંઈ સારું જુએ તેનું ત્વરાી અનુકરણ કરતા અને અલ્પ સમયમાં જેનું અનુકરણ કર્યંુ હોય તેના કરતાં આગળ વધી જતા. આનું ઉત્તમ ઉદૃાહરણ છે તેમની અદૃ્ભુત અવધાનાક્તિ, જેનું દૃર્શન વિ.સં. ૧૯૪૦ના અરસામાં ાય છે.

અવધાનાક્તિ એટલે વિશિષ્ટ પ્રકારની તીવ્ર સ્મરણશક્તિ. એક સો અનેક વસ્તુ યાદૃ રાખી, ભૂલ વિના અનેક કાર્યોમાં ઉપયોગ રાખવાની શક્તિને અવધાનાક્તિ કહેવામાં આવે છે. ધારણા નામના મતિજ્ઞાનના ભેદમાં આ શક્તિનો સમાવેશ ાય છે. જે વ્યક્તિ જેટલી સંખ્યા સુધીના કાર્ય એકી સો  કરી શકે તેટલી સંખ્યાના અવધાનકાર તરીકે તે વ્યક્તિને ખ્યાતિ મળે છે. આમ, અવધાનકારો અષ્ટાવધાની, બાર અવધાની, સોળ અવધાની, બાવન અવધાની, સતાવધાની આદિ વિવિધ નામે ઓળખાય છે.

શ્રીમદૃ્ જેવા અસાધારણ તેજોનિધિ માટે વવાણિયા ક્ષેત્ર નાનું હોવાી તા વિદ્વાન મનુષ્યોના સમાગમનો અવકાશ ઓછો હોવાી તેમની વૃત્તિ પ્રવાસ તરફ રહ્યા કરતી. વિ.સં. ૧૯૪૦માં સોળ વર્ષની વયે તેઓ મોરબી ગયા હતા. મોરબીમાં તે વખતે શાસ્ત્રી શંકરલાલ માહેશ્ર્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રસંગો કરતા હતા. એ જ અરસામાં મુંબઈમાં શ્રી ગટુલાલજી મહારાજ પણ અષ્ટાવધાનના પ્રસંગો કરતા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર તે સમયે ભારતભરમાં આ બે પુરુષો જ અષ્ટાવધાનની ચમત્કારિક શક્તિી પ્રખ્યાતિ પામી, લોકપૂજ્ય ઈ, સર્વત્ર યશોગાન પામતા હતા. ભારત જેવા વિશાળ દેશમાં તે કાળે જો આવી શક્તિવાળા પ્રાય: બે જ પુરુષો હોય તો તે શક્તિ કેવી અદૃ્ભુત હો તે સમજી શકાય તેવું છે.

શ્રીમદૃ્નું જે અરસામાં મોરબીમાં આગમન યુ, તે સમયે જૈનોના પવિત્ર ઉપાશ્રયમાં શાસ્ત્રી શંકરલાલનાં અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો અને તેનું નિરીક્ષણ કરવા ‘વણિકભૂષણ કવીશ્ર્વર’ તરીકે પ્રખ્યાતિ પામેલા શ્રીમદૃ્ને નિમંત્રણ મળતાં તેઓ ત્યાં પધાર્યા હતા. આ અવધાન જોતાં જ, બળવાન ક્ષયોપશમના કારણે અવધાન કરવાની વિધિ આવડી જતાં, તેમણે બીજે દિૃવસે વસંત નામના બગીચામાં પ્રમ વાર મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ અષ્ટાવધાન કરી બતાવ્યાં અને ત્યારપછી બીજે દિૃવસે તેમણે જાહેરમાં બે હજાર પ્રેક્ષકો સમક્ષ તે જ પવિત્ર ઉપાશ્રયમાં સફળતાપૂર્વક બાર અવધાન કરી સર્વ કોઈને આશ્ર્ચર્યચકિત કરી દૃીધા. તેમની કીર્તિ‚પી કસ્તૂરીની સુવાસ સ્ળે સ્ળે અને ઘરે ઘરે પ્રસરી ગઈ. તેઓ કવિ તા વિદ્વાન તરીકે તો પ્રખ્યાત હતા જ, તે ઉપરાંત હવે ચમત્કારી સમરણાક્તિ માટે પણ પ્રતિષ્ઠા પામ્યા. શ્રીમદૃ્ના અવધાનપ્રયોગના દૃર્શને લોકો કેવા હર્ષાવેામાં આવી ગયા હતા, તેનો નમૂનો શ્રીમદૃ્ના બાલસ્નેહી શ્રી પોપટભાઈ મનજીના સંસ્મરણોમાંી પ્રાપ્ત ાયા છે ઽ

“મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ત્યાં સાહેબજીનાં આઠ અવધાન સંબંધી કેટલીક ચમત્કૃતિ જોઈને તાજુબ બની ગયા હતા. તેઓ રાત્રે વવાણિયા આવ્યા ને ઘેર ન આવતાં તરત જ રવજીભાઈને ત્યાં પરભારા ગયા. તેમને ઘરની સાંકળ ઠોકીને ઉઠાડયા; પછી કહ્યું કે, રવજીભાઈ, તમારો દૃીકરો તો કોઈ દૃેવતાઈ જાગ્યો! ગજબ કરી નાખ્યો !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.