Abtak Media Google News

રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા આંતરરાજય બસ સર્વિસનો શુભારંભ: મુસાફરોને ડાયરેકટ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જવા મળશે અદ્યતન સ્લીપર કોચ

રાજકોટથી રાજસ્થાનના બાડમેર, નાથદ્વારા, જયપુર, ઉદેપુર, સુમેરપુર તેમજ મહારાષ્ટ્રના નાસીક સુધી દોડાવાશે એસ.ટી. બસો: યાત્રિકોને સરળ અને આરામ દાયક મુસાફરીનો લાભ મળશે

રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા મુસાફરોને સવલતોનો લાભ મળતો રહે છે ત્યારે વધુ એક આનંદના સમાચાર એ છે કે રાજકોટ એસ.ટી.દ્વારા ડાયરેકટ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ‚ટ ઉપર આંતરરાજય બસ સેવા શ‚ કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી.બસ સ્ટેન્ડથી રાત્રે ૯ કલાકે રાજકોટથી નાથદ્વારા સ્લીપર કોચ લોકમાંગણીને ધ્યાનમાં રાખી શ‚ કરવામાં આવી છે. જે વાયા અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ઉદેપુર થઈ સવારે ૭:૧૫ કલાકે નાથદ્વાર પહોંચશે. જેનું સીટીંગનું ભાડુ .૪૧૫ અને સ્લીપીંગનું .૪૯૫ રખાયું છે. આ બસ પરત નાથદ્વારાથી રાત્રે ૯ કલાકે ઉપડી રાજકોટ સવારે ૭:૧૫ કલાકે પહોંચશે.

રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા આંતરરાજય સર્વિસમાં સ્લીપર કોચ બસો મુકવામાં આવી છે. જેથી મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં સરળ અને આરામદાયક સુવિધા મળી શકે. રાજકોટ ડિવીઝન દ્વારા રાજયભરમાં લાંબા ‚ટની બસો શ‚ કર્યા બાદ હવે અન્ય રાજયોમાં પણ નિયમિત બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં રાજસ્થાનના બાડમેર, નાથદ્વારા, જયપુર, ઉદેપુર અને સુમેરપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક સુધી પણ રાજકોટથી ડાયરેકટ એસ.ટી.બસો દોડાવવામાં આવનાર હોવાનું ડિવીઝન કંટ્રોલર દિનેશભાઈજેઠવાએ જણાવ્યું હતું. રાજકોટ વિભાગ દ્વારા આંતરરાજયમાં શ‚ કરાયેલી એસ.ટી.બસ સેવાનો લાભ મુસાફરો લઈ શકે તે માટે ઘેર બેઠા ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. ગુજરાત એસ.ટી.ની વેબસાઈટ  WWW.GSRTC.IN ઉપર ઓનલાઈન રીઝર્વેશન કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.