Abtak Media Google News

બ્રેક ફેઇલ થતાં ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: મહિલા સહિત બે ઘાયલ

ભુતખાના ચોકમાં ધોરાજી- જામકંડોરણા- રાજકોટની રૂટની એસ.ટી. બસની બ્રેક ફેઇલ થતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર, રિક્ષા અને બે એકિટવાને ઠોકરે લેતા જેમાં મહિલા સહિત બે વ્યકિતને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

સર્જાયેલી દુર્ધટનાને પગલે ટ્રાફીક જામ થયો હતો આ બનાવની જાણ એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને થતા ધટના સ્થળે દોડી જઇ ટ્રાફીક કલીયર કર્યો હતો.

Dsc 0604

પોલીસ એસ.ટી. ના કલીનર ગોસાઇ ભીખુ જતી અને જમન જતીની ફરીયાદ પરથી એસ.ટી. ના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.