Abtak Media Google News

રાજકોટ એસ.ટી. ડીવીઝનની ૧૦૦ જેટલી બસો ચુંટણીલક્ષી કામમાં ફાળવાતા આવકનું સ્તર વઘ્યું

ગુજરાત રાજયની વિધાનસભાની ચુંટણી વિજયો થનારા પક્ષની સાથો સાથ રાજકોટ એસ.ટી. ડીવીઝનને પણ ફળી છે.

એમ પણ કહી શકાય કે ડીવીઝનની ગાડી પણ હાલ પુરજોરમાં ચાલી રહી છે. અને ચુંટણી દરમિયાન એસ.ટી. તંત્રની કામગીરી પણ સરાહનીય હોય તેમ ચોકકસ પણે કહી શકાય રાજકોટ એસ.ટી. તંત્રને ચુંટણી દરમિયાન તેમજ ચુંટણી લક્ષી કામગીરીમાં ૧૦૦ બસો ફાળવી હતી.

જેની ડીવીઝનને વધારાની રૂ ૬૦ લાખની આવક થવા પામી છે. ખાસ તો મુસાફરોને પણ કોઇ હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા એકસ્ટ્રા બસોને દોડાવવામાં આવી હતી. જેનાથી મુસાફરોની ટ્રાફીક સમસ્યા પણ નિવારવામાં તંત્ર સફળ રહ્યું હતું.વિધાનસભાની ચુંટણીને લઇને જુદી જુદી કામગીરી માટે રાજકોટ એસ.ટી. ડીવીઝનની ૧૦૦ જેટલી બસો ફાળવવામાં આવી હતી જેની એસ.ટી. નિગમને રૂ ૬૦ લાખની આવક થઇ હતી. અને આ રકમ ચુંટણી તંત્રએ ચુંટણી પુરી થયા બાદ નિગમને આપી દેવામાં આવી હતી. સૌરાષ્ટ્રના જુદા જુદા જીલ્લામાં ચુંટણીલક્ષી કામગીરીને લઇને ચુંટણી તંત્ર દ્વારા એસ.ટી. નિગમ પાસેથી ૧૦૦ બસોની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટ ડીવીઝન દ્વારા માંગણીને માન આપી બસોની ચુંટણી કામગીરી માટે ફાળવણી કરવામાં આવી હતી.

૯ ડીસેમ્બરે પ્રથમ તબકકામાં મતદાનના દિવસે ચુંટણી કામગીરી સાથે સંકળાયેલા સરકારી કર્મચારીઓને જુદા જુદા સ્થળે પહોચાડવા અને આ ઉપરાંત ૧૪મી ડીસેમ્બરી બીજા તબકકાના મતદાન માટે પણ ૧૦૦ એસ.ટી. બસો ઉતર ગુજરાત અને મઘ્ય ગુજરાતનીચુંટણી માટેફાળવવામાં આવી હતી. આમ, બન્ને વખતે સૌ સૌ બસો ફાળવવામાં આવી હતી. જેની રાજકોટ એસ.ટી. ડીવીઝનને રૂ ૬૦ લાખની વધારાની આવક ઉપજી હતી તેમ રાજકોટ એસ.ટી. ડીવીઝન વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચુંટણી દરમિયાન પણ મુસાફરોને કોઇ અગવડતા ન થાય તે માટે પણ તંત્ર ખડે પગે હતું અને ચુંટણી ફરજ ઉપર રાજકોટ એસ.ટી. ડીવીઝન વધારાની બસો જ દોડાવવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ ડીવીઝનના વિકાસ અંગે બસો તંત્ર દ્વારા દોડાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.