Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીનો આજે જન્મદિવસ છે. સામાન્ય રીતે કોઈ વ્યકિત જન્મદિવસની ઉજવણી નોકરી ધંધામાં રજા રાખી પરીવારના સભ્યો સાથે કરતા હોય છે પરંતુ રાજકોટમાં છેલ્લા ૧૮ કલાકથી અવિરત વરસી રહેલા મેઘરાજાના કારણે શહેરમાં આકાશી આફત ન સર્જાય તે માટે આજે મ્યુનિસિપલ કમિશનર પોતાના જન્મદિવસે પણ સવારથી સ્ટેન્ડ ટુ હતા. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સ્થળ ચકાસણી માટે નિકળ્યા હતા. જન્મદિવસે પણ ફિલ્ડમાં રહી લોક ઉપયોગી કામ કરવાની તેઓના સ્વભાવની આજે સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. તેઓના મોબાઈલ

નં.૯૭૧૪૫ ૦૩૭૦૧ પર મેઘરાજાનીમાફક અનરાધાર શુભેચ્છાવર્ષા થઈ રહીછે. બંછાનિધી પાની સફળતાના શિખરોસર કરે તેવી શુભકામના ‘અબતક’પરિવાર પાઠવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.