Abtak Media Google News

પરીક્ષામાં અલગ અલગ ૧૮ જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચોથા તબકકાની પરીક્ષા હાલમાં જ પૂર્ણ થઈ છે ત્યારે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાંચમાં તબકકાની પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થયો હતો. પાંચમાં તબકકાની પરીક્ષામાં અલગ અલગ ફેકલ્ટીની ૧૮ જેટલી પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિના કેસો અટકાવવા અલગ અલગ ૬૫ જેટલી ચેકિંગ સ્કવોર્ડ દોડાવવામાં આવશે.

આજથી શ‚ થનારી પરીક્ષામાં બી.એ.એલ.એલ.બી. સેમ-૩ અને સેમ-૫, એમ.એ. સેમ-૧, એમ.એ હોમ સાયન્સ સેમ-૧, એમ.બી.એ. સેમ-૧, એમ.કોમ. સેમ-૧, એમ ફાર્મ સેમ-૧, એમ.ફિલ સેમ-૧ અને ૨, એમ.ટી.એમ. સેમ-૫ અને ૭ સહિતની પરીક્ષાઓ લેવામાં આવશે.

જૂદી જૂદી પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કાલે જ પ્રશ્ર્નપત્ર મોકલી આપવામાં આવ્યા હતા અને કોઈ ગેરરીતિના બનાવો ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક વિવિધ ટીમો દોડાદોડી

કરવાની છે.

પ્રથમ ચાર તબકકા દરમિયાન અંદાજીત ૩૦૦થી વધુ કોપીકેસ તેમજ ગેરરીતિના બનાવો સામે આવ્યા હતા. ઘણા ખરા જિલ્લામાં તો સ્કવોડ ટીમ સામે પણ મારામારીના કેસો પણ બન્યા હતા. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કડક પગલા હાથ ધરવાની વાતો પણ ફકત સામે જ આવી હતી. પરંતુ કોઈ કાયદેસરની કાર્યવાહી હજુ સુધી હાથ ધરાઈ નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી શ‚ થનારી પરીક્ષામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત હોય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. વિવિધ પરીક્ષાઓ દરમિયાન ચેકિંગ ટીમો તો નજર રાખવાની જ છે સાથો સાથ તો પણ કોઈ ગેરરીતિના કેસો બહાર આવશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હિયરીંગ માટે વિદ્યાર્થીઓને બોલાવાશે અને તેની સામે કડક પગલા પણ લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.