Abtak Media Google News
  • રમત-ગમત, એન.સી.સી. વેપાર-ઔદ્યોગિક અને કલા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિભુતીઓનું કરાશે સન્માન: રાજકીય સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત

મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, રાજકોટ પ્રેરિત 3ૐ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર – દ્વારા આયોજીત રાજ્ય કક્ષાનો *20મો સ્કીલ એવોર્ડ સેરેમની-2024″ કાર્યક્રમ તા. 17 માર્ચ, ને રવિવાર રોજ બપોરે 2:30 થી 6:00 કલાકે હેમુ ગઢવી નાટયગૃહ, રાજકોટ ખાતે સામાજીક, રાજકિય અને અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં દબદબાભેર યોજાશે જેમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ – બહેનોને સહપરિવાર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાનના પ્રમુખશ્રી ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા) દ્વારા ભાવભર્યું ઈ-નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Advertisement

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષશ્રી તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા બાપુ, ધારાસભ્ય પ્રધુમનસિંહજી જાડેજા (અબડાસા-કચ્છ), રાજ્યના પૂર્વ મંત્રીશ્રી અને ક્ષત્રિય સમાજનું ઘરેણું ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહજી વાઘેલા, રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી જાડેજા (ઘોઘુભા) અને પૂર્વ નાયબ સચિવ ગાંધીનગર અને આઈએએસ/કરિયર એકેડેમી, લોકાવાડાના નિયામક અશોકસિંહજી પરમાર સહિતના વિશેષ મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે.

આ સ્કીલ એવોર્ડ સેરેમનીના કાર્યક્રમમાં એજ્યુકેશન ફીલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવો કે, રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, સ્પોર્ટસમાં નેશનલ લેવલે તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ, એન.સી.સી. સી સર્ટિફીકેટમાં (એ ગ્રેડ તેમજ બી ગ્રેડ-2023) તેમજ 26, જાન્યુઆરીની દિલ્હી ખાતેની પરેડમાં ભાગ લીધેલ કેડેટ, બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર ક્ષેત્રે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પ્રાઇવેટ અને સરકારી નોકરી દરમિયાન નેશનલ લેવલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે કરેલ પ્રદર્શન, ગુજરાત ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ આવેલ પ્રથમ, દ્વિતીય અને તૃતિય તથા આ સિવાયના અન્ય ફિલ્ડમાં જેમ કે, લોકકલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા, ઇતિહાસ, સાંસ્કૃતિક સહિત ક્ષેત્રે કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને બહેનોને સન્માનીત કરવામાં આવશે સાથે સાથે આ વર્ષે ક્ષત્રિય સમાજના સરકારી સ્કૂલના સર્વે પ્રિન્સિપાલશ્રીઓનું પણ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે.

આ સ્કીલ એવોર્ડ સેરેમની-2024 કાર્યક્રમમાં સર્વે ક્ષત્રિય સમાજને પરિવાર સહિત પધારવા ભાવપૂર્વક ઇ-નિમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે ખાસ નોંધ એ પણ આપવામાં આવે છે કે આ કાર્યક્રમમાં નિમંત્રણ કાર્ડ પ્રિન્ટ નથી કરવામાં આવ્યા એટલે કે ડીજીટલ ઇ-નિમંત્રણથી જ સર્વેને આમંત્રણ આપવામાં આવે છે.આપ તથા આપના પરિવારની સહઉપસ્થિતિથી સમાજના સન્માનર્થી ભાઈઓ-બહેનોને પ્રોત્સાહન અને સંસ્થાનની કાર્યકર્તા ટીમને પ્રેરકબળ મળી રહે એવી આશા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ડો. જીગરસિંહ બી. જાડેજા (બાવરીયા), પી. એમ. જાડેજા (સમાધોધા), ધર્મવીરસિંહ આર. જાડેજા (જીલરીયા), રાજેન્દ્રસિંહ જે. ઝાલા (રતનપર), દિલીપસિંહ આર. ગોહિલ (પચ્છેગામ), ધર્મરાજસિંહ જે.  વાઘેલા (છબાસર), બકુલસિંહ  જી. જાડેજા (મોટીવાવડી), ભરતસિંહ આર. રાણા (અડવાળ), કુલદિપસિંહ એન. રાઠોડ (ઇડર), એમ. પી. રાણા (કળમ), રાજેન્દ્રસિંહ આર. જાડેજા (પીપરડી), હરપાલસિંહ કે. જાડેજા (માણેકવાડા), શક્તિસિંહ જી. વાઘેલા (ભાડેર), સિધ્ધરાજસિંહ કે. જાડેજા (ડેરી) અને સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી વાવડી) સહિત સર્વસાથી મિત્રો અને સંકલન સમિતિના સદસ્યઓએ જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.