Abtak Media Google News

ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટમાં ફેરફાર કરી સ્ટેમ સેલના ઉપયોગ પર નિયંત્રણ લાવવા આરોગ્ય મંત્રાલયની કવાયત

સ્ટેમ સેલ અને સેલ આધારિત ઉત્પાદનોને ડ્રગ અને કોસ્મેટીક એકટ હેઠળ દવાનો દરજ્જો આપવાની તૈયારી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે. ગત વર્ષે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચે સ્ટેમ સેલના ઉપયોગ હેઠળ નિયંત્રણો લાદવા અને માપદંડો ઘડવા માટેની ભલામણ કરી હતી.

સરકાર સ્ટેમ સેલને દવાનો દરજ્જો આપવા ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટમાં ફેરફાર કરવા કટીબધ્ધ છે. તા.૪ એપ્રીલના રોજ જાહેર કરાયેલા પરિપત્રોમાં સ્ટેમ સેલની કેટેગરી અંગે આરોગ્ય મંત્રાલયે વ્યાખ્યા ઘડી કાઢવાનો નિર્ણય લીધો છે. જીનના ફેરફાર કરી તેના મોડીફિકેશનમાં ઉપયોગમાં લેવાતા સ્ટેમ સેલને દવા સમજવામાં આવશે. સ્ટેમ સેલનો ઉપયોગ હાલ શરીરના અવયવમાં ખામી સર્જાતા તેની સારવાર માટે વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. ભારતમાં આ પ્રકારના ઉપયોગમાં કોઈ ધારા ધોરણો અસરકારક રહ્યાં નથી. માટે સરકાર યોગ્ય નિયમો ઘડી સ્ટેમ સેલના ઉપયોગને નિયંત્રીત કરવા માંગે છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.