Abtak Media Google News

જમીન વિકાસ બેન્કના મેનેજીંગ ડીરેકટર અને જોઇન્ટ ડાયરેકટરની ઓફીસમાં એસીબીએ દરોડા પાડી ૫૬.૫ લાખની રોકડ જપ્ત કર્યા બાદ આ મામલે ચાલી રહેલી વ્યાપક તપાસમાં એમ.ડી. કે.એલ. દેત્રોજા અને જોઇન્ટ ડાયરેકટર કે.સી. પરમાર વિરુઘ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

કૌભાંડોનો પર્યાય બની ગયેલી રાજયની જમીન વિકાસ બેન્કમાં ચાલતી ગેરવહીવટ સંદર્ભ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દરોડો  પાડવામાં આવતા બેન્કના મુખ્યાલયમાંથી ૫૬.૫ લાખની રોકડ મળતા સનસનાટી મચી જવા પામી હતી. આ મામલે એસીબીએ તપાસનો દોર જારી  રાખી જુદી જુદી ૧૦ જગ્યાએ તપાસ લંબાવતા એમ.ડી. દેત્રોજાની ઓફીસમાંથી ૧.૨૮ લાખ, જોઇન્ટ ડાયરેકટર કે.સી. પરમારને ત્યાંથી ૪૦.૫૨ લાખ સહાયત દિગ્દર્શક એમ.કે.દેસાઇને ત્યાંથી ૯ લાખ, નાણા અધિકારી એસ.એમ.વાઘેલા પાસેથી પ લાખ અને કંપની સેક્રેરટીનો બેન્ક લોકરમાંથી ૬૩ લાખ રૂપિયામાં સોનાના દાગીના મળી આવ્યા હતા.

વધુમાં એસીબીએ જણાવ્યું હતું કે સૌથી મોટા કહી શકાય તેવા આ સર્ચ ઓપરેશનમાં ઇન્કમટેકસની મદદપણ લેવામાં આવી છે. અને એમ.ડી. તથા જોઇન્ટ ડાયરેકટર વિરુઘ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલા એમ.ડી.દેત્રોજા અને જોઇન્ટ ડાયરેકટર કે.સી. પરમાર નિવૃતિ બાદની સેવા પર હતા અને જમીન વિકાસ બેન્કમાં આવતા ગેરવહીવટમાં બન્નેની સંડોવાણી ખુલ્લી પડતા અને વિરુઘ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ પણ આ મામલે મોટા કડાકા ભડાકા થાય તેમ હોવાનું મનાઇ રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.