Abtak Media Google News

 

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઇલ એટેક કરતા સેન્સેક્સ અને નિફ્ટીનો તોતીંગ કડાકો

અબતક, રાજકોટ

રશિયાએ આજે યુક્રેનના અનેક શહેરો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરતા ભારતીય શેરબજાર તબાહ થઇ ગયું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉઘડતી બજારે તોતીંગ કડાકા બોલી ગયા હતા. સેન્સેક્સે 56 હજાર અને નિફ્ટીએ 16 હજાર પોઇન્ટની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી થવા પામ્યો છે. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં પણ કડાકો બોલી ગયો હતો. બૂલીયન બજારમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો ધોવાઇ ગયો હતો.

રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર હુમલો કર્યો હતો. જેની અસર ભારતીય શેરબજાર પર પડી હતી. શેરબજાર યુધ્ધની અસરથી તબાહ થઇ ગયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટીનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. સેન્સેક્સમાં 2000થી વધુ પોઇન્ટ જ્યારે નિફ્ટીમાં 600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. તમામ સેક્ટરને ઇન્ડેક્સ રેડ ઝોનમાં ઘૂસી ગયા હતા. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડ કેપમાં પણ કડાકો બોલી ગયો હતો. બૂલીયન બજારમાં તેજી જોવા મળી હતી. જ્યારે ભારતીય રૂપિયાનું ધોવાણ થઇ ગયુ હતું. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1688 પોઇન્ટના કડાકા સાથે 55543 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 495 પોઇન્ટના કડાકા સાથે 16567 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. ડોલર સામે રૂપિયો 52 પૈસાની નબળાઇ સાથે 75.07 પર કામકાજ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.