Abtak Media Google News
  • રાજકોટમાં પથ્થરના ઘા ઝીંકી ત્રણ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો’તો
  • પોલીસ માટે પડકાર સમાન હત્યા અને લૂંટના ગુનામાં હિતેશ રામાવતને ક્રાઇમ બ્રાન્ચને જામનગરથી પકડવામાં સફળતા મળી’તી
  • સાંયોગિક પુરાવાના આધારે અધિક સેશન્સ જજ બી.ડી.પટેલે આજીવન સજા અને એક લાખનો દંડ ફટકાર્યો

રાજકોટમાં ટૂંકા સમયમાં જ પથ્થરના ઘા ઝીંકી ત્રણ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યાંની ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયા તો પોલીસ માટે પડકાર સમાન હત્યા અને લૂંટના ગુનામાં હિતેશ રામાવતને ક્રાઇમ બ્રાન્ચે જામનગરથી પકડવામાં સફળતા મળી’તી સાંયોગિક પુરાવાના આધારે અધિક સેશન્સ જજ બી.ડી.પટેલે આજીવન સજા અને એક લાખનો દંડ ફટકાર્યો

Advertisement

શહેરમાં ટૂંકા સમયમાં જ ત્રણ વ્યક્તિઓને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારવાની સનસનીખેજ ઘટનાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવનાર સ્ટોન ક્લર હિતેશ ઉર્ફે બાડાને હત્યા અને લૂંટના ગુનામાં અધિક સેશન્સ જજ બી.ડી. પટેલે તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો છે. પોલીસ માટે પડકાર સમાન  ત્રણ ત્રણ હત્યાનો ભેદ ઉકેલવામાં ટેકનોલોજીની મદદથી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ માયાણી ચોક નજીક આર.એમ.સી.કવાટૅરમાં રહેતા હિતેશ ઉર્ફે બાડો દલપતરામ રામાવત નામના શખ્સ સામેના ગીરનાર સોસાયટીના વલ્લભભાઈ જાગાભાઈ રંગાણી નામના ૬૦ વર્ષના વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવવાના ગુનામાં તકસીરવાન ઠેરવી અદાલતે આવન કેદ અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હિતેશ ઉર્ફે બાડાએ આ પૂર્વે અન્ય બે યુવાનની હત્યા કરી હતી. રાજકોટમાં ટૂંકા સમયમાં પથ્થરના ઘા મારી હત્યા કરવાની ત્રણ ઘટનાથી પોલીસમાં દોડદામ થઈ ગઇ હતી અને લોકોમાં ફફડાટ મચી ગયો હતો. હિતેશ ઉર્ફે બાડો રામાવત ક્રાઇમ અંગેની ટીવી સિરિયલ જોઈને હત્યા કરતો હોવાથી હત્યાનો ભેદ ઉકેલવામાં પડકાર બની ગયો હતો. હિતેશ ઉર્ફે બાડો હત્યા કરી મૃતકનો મોબાઇલ લઇ રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જતો રહેતો ત્યાંથી મૃતકના જ મોબાઇલમાંથી મૃતકના પરિવારને હત્યા અંગેની જાણ કરી મોબાઇલ ફેંકી જામનગર જતો રેહવાથી  હોવાથી પોલીસ માટે ભેદ ભરમ સર્જતો કોયડો બની ગયો હતો.

ત્રણ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા સમગ્ર શહેરની પોલીસ દોડધામ કરી રહી હતી તે દરમિયાન અશોક ગાર્ડન પાસેના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલમાંથી એક વખત હિતેશ ઉર્ફે બાડા રામાવતે પોતાની બહેન સાથે વાત કરી હોવાથી પોલીસે મોબાઇલ નેટવર્ક અને સીસીટીવી ફૂટેજના આધારે પગેરૂ દબાવી જામનગર રેલવે સ્ટેશન પાસે આવેલી બેડેશ્વર સોસાયટીમાંથી કાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેતા  હિતેશ ઉર્ફે બાડા રામાવતે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં સાગર મેવાડા, મુઝકાના રિયા ચાલક પ્રવિણભાઈ અને વલ્લભભાઇ રંગાણીની હત્યા કર્યાની કબુલાત આપી હતી.

સાગર મેવાડા અને રિક્ષા ચાલક પ્રવિણભાઈની હત્યાના ગુનામાં પુરાવાના અભાવે નિર્દોષ છુટેલા હિતેશ ઉર્ફે બાડા રામાવતને વલ્લભભઆઇ રંગાણીની હત્યા અને તેના મોબાઈલની લૂંટના ગુનામાં સાયોગિક પુરાવાના આધારે તકસીરવાન ઠેરવી સજા ફટકારવામાં આવી છે. મેઘનગરમાં રહેતા કિશોરભાઈ મુછડીયા નાના મવા રોડ પર ૨-૬-૨૦૧૬ના વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે વલામભાઈ રંગાણી અને હિતેશ ઉર્ફે બાડા રામાવતને એકિટવામાં એક સાથે જતા જોયા હોવાનો મહત્વનો સંયોગિક પુરાવી પોલીસને મળતા પોલીસે કિશોરભાઇ મુછડીયાનું મામલતદાર સમક્ષ ૧૬૪ મુજબનું નિવેદન લીધુ હતું. આ ઉપરાંત ઘટના સ્થળેથી મળી આવેલા લોહીવાળો પથ્થર અને મૃતકનું બલ્ડ ગૃપ તેમજ હિતેશ ઉર્ફે બાડાના કપડા સહિતના પુરાવાને ધ્યાને લઈ અધિક સેશન્સ જજ બી.ડી.પટેલે હિતેશ ઉર્ફે બાડા રામાવતને આજીવન કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો છે.સરકાર પક્ષે એડવોકેટ તરીકે એપીપી બીનલબેન રવેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

સુષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો ભોગ બનેલા હિતેષે ‘હોમો”નો સફાયો કરવા ત્રણ હત્યા કરી’તી

માયાણી ચોક પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા હિતેષ ઉર્ફે બાડા રામાવતે પથ્થરના ઘા ઝીંકી ત્રણ વ્યક્તિની હત્યા કરી સસ્પેન્ડ થ્રીલર જેવી ઘટનાથી સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો. હિતેશ ઉર્ફે બાડાની પોલીસે ધરપકડ કરી ત્યારે કરાયેલી પૂછપરછમાં પોતે નાનો હતો ત્યારે તેના પર એક રિક્ષા ચાલકે ત્રણ વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હોવાથી સમલીંગી સંબંધ ધરાવતા ‘હોમી’નો સફાયો કરી નાખવા પ્લાન બનાવી ટીવી સિરિયલમાં આવતી ક્રાઇમ સ્ટોરી સતત જોતો અને ક્રાઈમ નોવેલ વાચી હત્યા કર્યા બાદ પોલીસથી કંઇ રીતે બચી શકાય તે અંગે સતત અભ્યાસ કરતો હોવાની કબુલાત આપી છે.

સ્ટોન ક્લરના ખૌફનો કોણ ભોગ બન્યું

સ્ટોન ક્લિર હિતેશ ઉર્ફે બાડાએ ૨૦૧૬માં પથ્થરના ઘા ઝીંકી ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારતા સમગ્ર શહેરમાં ફફડાટ મચી ગયો હતો અને લોકો મોડીરાતે ઘરની બહાર નીકળવામાં રીતસર ડર અનુભવી રહ્યા હતા. હિતેશ ઉર્ફે બાડા રામાવતે ૨૦ એપ્રિલ ૨૦૧૬માં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં સાગર મેવાડા, ૨૩ મે ૨૦૧૬ના રોજ મુઝકો પાસે રિક્ષા ચાલક પ્રવિણભાઇની હત્યા કર્યાંની, ૨ જુન ૨૦૧૬ના રોજ ગીરનાર સોસાયટીના વલ્લભભાઇ રંગાણીની હત્યા અને ૨૬ મે ૨૦૧૬માં એક યુવાન પર ખૂની હુમલો કર્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.