Abtak Media Google News

આપણે ત્યાં પ્રખ્યાત કહેવત છે કે પ્રેમ અને જંગમાં વધુ ચાલે પરંતુ સાથે જ હવે કહી શકાય કે પ્રેમ જંગ અને ચૂંટણીમાં બધું જ ચાલે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે હાલ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે જે અંકલેશ્વર બેઠક પરનો છે જે અહી સગાભાઈઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે

ભારતીય જનતા પાર્ટી એ અંકલેશ્વરથી પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે ઈશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહ ને ટિકિટ આપી છે જેથી આ બેઠકમાં ખૂબ જ રસપ્રદ જંગ જોવા મળી રહ્યો છે કહી શકાય કે ચૂંટણીમાં લોહીના સંબંધ હોવા વાળા પણ સામસામે આવી જાય તેવું જ અહી બનેલ છે

અંકલેશ્વર હાસોટ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ઈશ્વરસિંહ પટેલને પાંચમી વખત રીપીટ કર્યા છે જેવો પહેલા ગુજરાત સરકારમાં વાહન વ્યવહાર મંત્રી પણ રહી ચૂક્યા છે

અંકલેશ્વરની આ બેઠક ભાજપ માટે ગઢ માનવામાં આવે છે

અહીં કોંગ્રેસ છેલ્લી વખત 1985 માં જીતી હતી ત્યારબાદ આ બેઠક પર સતત ભાજપ જીતતું આવ્યું છે અને હાલ 2022 માં પણ ભાજપ જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.