Abtak Media Google News

આઈ.ટી.આઈ.ની પ્રેકટીસ બુક પુરી ન હોવાથી ઠપકો આપતા બ્લેડના સરકા કર્યા

અમરેલી શિક્ષકે ઠપકો આપતાં વિદ્યાર્થીએ આઈ.ટી.આઈ.માં આવેલા પાર્કિંગમાં એસિડ પી લેતા ચકચાર….
અમરેલી શહેરમાં વિદ્યાર્થીને શિક્ષકે ઠપકો આપતા એસિડ પી લેવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ અમરેલી શહેરમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રેક્ટિકલ અને થિયરીની બુક પૂરી કરી ન હોવાથી ઠપકો આપ્યો હતો.

જેને કારણે વિદ્યાર્થીએ એસિડ પીધું હતું અને શરીર પર બ્લેડના પાંચ ઘા માર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે અરૂણભાઈ મુળજીભાઈ શેખવા ઉ.વ.18 એ જાહેર કર્યા મુજબ, આઈ.ટી.આઈ.માં અભ્યાસ દરમિયાન શિક્ષકે તેમની પાસે પ્રેક્ટિકલ અને થિયરીની બુક માંગી હતી.

જે બુક પૂરી ન થઈ હોવાથી ન શિક્ષકે ઠપકો આપતા આઈ. ટી.આઈ.માં આવેલા પાર્કિંગમાં જઈ એસિડની બોટલમાંથી એક ઢાંકણું પીધું હતું તથા હાથ પર બ્લેડના ચારથી પાંચ ઘા માર્યા હતા.આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.ગોહિલ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.