Abtak Media Google News

હાલનાં નવયુવાનો પોતાના લક્ષ્યાંકથી ભટકતા હોય છે જેનું એકમાત્ર કારણ તેમની ગંભીરતાનો અભાવ

 

  • વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણનો લાભ વ્યકિતગત વિકાસ માટે કરવો જોઈએ
  • મહિલાઓનાં ઉત્થાન માટે સ્ત્રી સશકિતકરણ અનિવાર્ય
  • વિદેશમાં તમારી પરીક્ષાનાં ગુણ નહીં પરંતુ તમારી દુરંદેશી વિચારસરણીને પ્રાધાન્ય અપાય છે
  • આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કાર્ય કરી રાજકોટ શહેરનું નામ રોશન કરવું છે

આજનાં સમયમાં વિદ્યાર્થી પોતાના લક્ષ્યાંકને સિઘ્ધ કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે પરંતુ ઘણીખરી વખતે એવું શકય બને કે તેઓ તેમના લક્ષ્યથી ફંટાઈ જતા હોય છે અને તેને સિઘ્ધ કરવામાં તેઓ નિષ્ફળ પણ નિવડે છે જો વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીને આગળ વધારી સફળતા પ્રાપ્ત કરવી હોય તો મહેનત કરવી અનિવાર્ય. પોતાના લક્ષ્યાંક પર ફોકસ રાખી તેને અચીવ કરવા માટે હરહંમેશ કાર્યશીલ રહેવું જોઈએ. પોતાના લક્ષ્યાંકને વળગી રહેવાથી એકના એક દિવસ પોતાને સફળતા મળી રહે છે. વિદ્યાર્થીઓએ પોતાનો લક્ષ્યાંક મેળવવા માટે હંમેશા મહેનત કરવી જ જોઈએ ત્યારે તાજેતરમાં જ ધો.૧૨ સીબીએસઈનું પરિણામ આવ્યું હતું ત્યારે રાજકોટની યશ્વી કોઠારીએ સીબીએસસી ધો.૧૨માં ૯૬ ટકા મેળવ્યા હતા ત્યારે અબતક સાથેની મુલાકાતમાં તેમણે પોતાના લક્ષ્યાંક વિશે તેમના કેરીયર વિશે ચર્ચા કરી હતી અને તેમનું પણ માનવું છે કે, પોતાના જીવનમાં આગળ વધવા માટે લક્ષ્યાંક હોવુ જોઈએ અને તે લક્ષ્યાંક પર પહોંચવા અથાગ મહેનત પણ કરવી જોઈએ. તો જાણીએ તેમના મંતવ્યો.

પ્રશ્ન:- સીબીએસઈ ગુજરાત બોર્ડ કરતા વધુ કઠીન હોય છે છતાં ધો.૧૦ અને ધો.૧૨માં પણ આવા સારા પર્સેન્ટાઈઝ આવવા પાછળનું કારણ શું ?

જવાબ:- મારા ટીચર્સનાં કારણે આવું પરિણામ આવી શકયું છે જેથી તેમનો આભાર માનું છું જયાં સુધી ટીમને તમારું ટાર્ગેટ ખબર હોય અને તે ટાર્ગેટ પર ફોકસ રાખે તો કોઈપણ લક્ષ્યાંક આસાનીથી મેળવી શકો છો, આ પ્રકારનાં ગુણો મારામાં મારા માતા-પિતા તરફથી સિંચવામાં આવ્યા છે.

પ્રશ્ન:- અત્યારના યુવાનો કે જેઓ શાળા-કોલેજમાં અભ્યાસ કરે છે તેમનું ફોકસ રહેતું હોતી નથી જેનાથી તેઓ ડીપ્રેશ પણ થતા હોય છે ?

જવાબ:- હું પણ એ જોવું છું કે લોકો કેવી રીતે પોતાના લક્ષ્યાંકથી ભટકી જતા હોય છે. લક્ષ્યાંકથી ભટકવું બહું આસાન છે જોકે લક્ષ્યાંક પરથી ભટકવું ખોટુ નથી પરંતુ તમને જે ખબર હોય કે અંતે મારે શું કરવાનું છે તો પછી તે એટલું પેઈનફુલ નહીં થાય.

પ્રશ્ન:-તમારો ગોલ શું છે ?

જવાબ:- મેં ૧૨મું ધોરણ પાસ કર્યું છે. કોરોના વાયરસને કારણે કોલેજ જઈ શકાય તેમ નથી માટે આ વર્ષે ગેપ લઈ આવતા વર્ષે કોલેજમાં જોઈન્ટ થઈશ.

પ્રશ્ન:-આ એક વર્ષના ગેપમાં આપ શું કવોલીટી વર્ક કરશો ?

જવાબ:- મેં ઘણા બધા પ્લાનો બનાવ્યા હતા પરંતુ કોરોનાને કારણે બધા પ્લાનોમાં ફેરફારો કરવા પડશે પરંતુ ઓનલાઈન પણ અત્યારના સમયમાં ઘણુ બધું મળે છે ત્યારે હાલ ઓનલાઈન શિક્ષણમાંથી શીખવાનું વિદ્યાર્થીઓએ ચાલુ કર્યું છે અને મેં પણ ઓનલાઈન શિક્ષણ તરફનું વલણ દાખવ્યું છે. ઓનલાઈન મારફત હું અનેકવિધ રીતે કોમ્યુનીટી સર્વિસ લોકોને આપું છું જેને લઈ હાલ ઓનલાઈન ઈન્ટર્નશીપ પણ ચાલુ છે. સાથો સાથ ઉચ્ચ ભણતર માટેની એડમીશનની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.

પ્રશ્ન:- ૧૨માં ધોરણમાં ૯૬ ટકા મેળવ્યા છે ત્યારે કયાં પ્રકારની કોલેજ અને કેવા પ્રકારનાં કોર્સ સાથે જોડાશો

જવાબ:- આ પ્રશ્નનાં જવાબમાં યશ્વી કોઠારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસ માટે ભારત બહાર એટલે કે યુ.એસ. અથવા યુ.કે. જેવા દેશમાં અભ્યાસ કરવો છે. યુનાઈટેડ સ્ટેટમાં અભ્યાસ કરવાનો વિચાર આવવાનું કારણ એ છે કે ત્યાં લીબરલ આર્ટસ એજયુકેશન છે જેથી જે વિષયો ભણવા હોય ત્યાં ભણી શકાય છે અને કોઈપણ પ્રકારની બાઉન્ડ્રી આવતી નથી. મારું લક્ષ્ય છે કે મારે ઈકોનોમિક વિષયમાં આગળ વધવું છે જેથી અમેરિકામાં બીએસસી વીથ ઈકોનોમિકસ અભ્યાસ કરવો છે. ઈકોનોમીકનો અભ્યાસ કરવાથી તમામ ક્ષેત્રમાં તેનો ફાયદો મળી શકે છે જેથી આ વિષયમાં વધુ રસ પડયો છે. ઈકોનોમીમાં આવતી મેથેડોલોજી સૌથી વધુ પ્રિય છે અને તેનાથી અત્યંત પ્રભાવિત પણ થઈ છું.

પ્રશ્ન:- આટલું ડિપ થીન્કીંગ કર્યા બાદ કેવી રીતે પોતાના માટે સમય કાઢો છો ?

જવાબ:- આ પ્રશ્નનાં જવાબમાં યશ્વી કોઠારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે વિચાર કરવામાં આવે છે તેનો શ્રેય તેમના માતા-પિતાનાં શીરે જાય છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જયારે તે ડિસ્ટ્રેક થતા હોય ત્યારે તેમના માતા-પિતા તેને ફરીથી તેના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરે છે. શાળા અભ્યાસ દરમિયાન તેને વિવિધ સેવાકિય પ્રવૃતિઓ પણ કરી હતી. જેથી પોતાની જાતને આનંદિત રાખવામાં અત્યંત મદદરૂપસાબિત થાય છે. બીજી તરફ ઘરે ફિલ્મો અને ગીત સાંભળવા પણ ખુબ જ ગમે છે.

પ્રશ્ન:-આપે આપણી સ્કુલ લાઈફમાં ઘણી સોશિયલ એકટીવીટી કરી છે શું કહેશો ?

જવાબ:- સ્કુલમાં અનેકવિધ કલબો ચાલે છે ત્યારે તે પણ કલબમાં ટ્રેઝરર તરીકે ફરજ બજાવી છે. શાળા તરફથી કલબ દ્વારા એક ગામને પણ તેઓએ એડોપ્ટ કર્યું હતું કે જયાં દર સપ્તાહે કલબનાં સભ્યો ગામની મુલાકાત લીધા બાદ તેઓને શિક્ષણ પણ આપવામાં આવતું હતું અને જે કોઈ લોકો શિક્ષણથી વંચિત રહેલા હોય તેઓને શિક્ષણ પુરુ પાડી તેઓને તેમની લાઈફ સ્ટાઈલમાં પણ સુધારો કરવા જણાવ્યું હતું. કલબનાં સભ્યોએ અન્ય શાળાઓમાં જઈ સ્વાસ્થ્ય અંગે જાગૃતતા પણ કેળવી હતી.

પ્રશ્ન:- આપના માટે આપણી હોબી શું ?

જવાબ:- યશ્વી કોઠારીએ જણાવ્યું હતું કે, તેમણે નવા-નવા લોકો સાથે મળવું સૌથી વધુ ગમે છે. શાળામાં ચાલતા કલબમાં તે એકટીવલી ભાગ લેતા હતા અને અન્ય લોકો સાથે વાર્તાલાપ કરી તેમની મુંઝવણોને પણ સમજતા હતા. તેમના જણાવ્યા મુજબ તેઓ જયારે હળવાશનો સમય ઘરે પસાર કરે તો તેમને ફિલ્મ અને સંગીત સૌથી વધુ પ્રિય રહે છે. સાથો સાથ ટેનીસ રમવાનો પણ અનેરો આનંદ મળે છે.

પ્રશ્ન:-આપણું પેશન શું છે ?

જવાબ:- ઈકોનોમી ફિલ્મમાં જયારે વ્યવસાય કરવાનું નકકી કર્યું છે ત્યારે ઈકોનોમી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી વર્લ્ડ બેંક અથવા તો ઈન્ટરનેશનલ મોનીટરી ફંડમાં કામ કરવું પણ એટલું જ ગમશે. પિતાને ઉધોગ હોવાથી તે ઉધોગને કેવી રીતે વધુ મજબુત કરી શકાય અને સફળતાના શીખરો કેવી રીતે સર કરી શકાય તે દિશામાં તે કાર્ય કરશે. તેમના જણાવ્યા મુજબ ઈકોનોમી ક્ષેત્રે આગળ વધતા તે રાજકોટનું નામ પણ રોશન કરવા માંગે છે જે માટે તે મહેનત કરવા પણ તૈયાર છે.

પ્રશ્ન:- દરેક લોકો પોતાનો પ્લાન બનાવે છે સાથો સાથ વૈકલ્પિક પ્લાન પણ રાખતા હોય છે. આપે કોઈ વૈકલ્પિક પ્લાન પસંદ કર્યો છે ?

જવાબ:- યશ્વી કોઠારીનાં જણાવ્યા મુજબ તેઓએ હાલ સંપૂર્ણ તેમનું લક્ષ્ય ઈકોનોમિકસ તરફનું જ રાખ્યું છે અને તેને સંલગ્ન વ્યવસાયમાં ઉધોગ સ્થાપવાનો પણ નિર્ધાર કર્યો છે. તેમના જણાવ્યા મુજબ તેમના ફેમિલી બિઝનેસને વધુને વધુ વિકસિત કેવી રીતે કરી શકાય તે સૌથી પ્રથમ લક્ષ્ય રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.